અંબાલાલ પટેલે ખેડૂતો વરસાદને લઈને ઓગસ્ટ મહિનાને માટે કરી ભારે મોટી આગાહી! ખેડૂતોએ ખાસ જાણી લેવું, જાણો શું કહ્યું….
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની સારી એવી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જ્યાં લાંબા સમયથી વરસાદની અછત હતી ત્યાં હવે મેઘરાજાએ મહેર કરી છે. આ વરસાદથી ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે મહત્વની આગાહી કરી છે. તેમના મતે, ઓગસ્ટ મહિનામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.
3 અને 4 ઓગસ્ટ: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
11 અને 12 ઓગસ્ટ: ગુજરાતભરમાં ભારે વરસાદ વરસી શકે છે.
16થી 22 ઓગસ્ટ: ગુજરાતભરમાં વરસાદી માહોલ રહેશે. ગાજવીજ સાથે વરસાદ પડશે.
23 ઓગસ્ટ પછી: મેઘરાજા થોડો વિરામ લેશે.
23 ઓગસ્ટ પછી: રાજ્યના અમુક ભાગોમાં વરસાદી ઝાપટા થશે.
આગામી દિવસોમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદથી ખેડૂતોને રાહત મળશે અને જળાશયો પણ ભરાશે.