વાવાઝોડા ને લઈ ને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ! જાણો કઈ જગ્યા એ અને ક્યારે વાવાઝોડુ ગુજરાત ના…
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ આવશે! હવામાન નિષ્ણાતઅંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાવાઝૉડુ ભયાનક સ્વરૂપ લેશે.ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ વાવાઝોડું ક્યારે આવશે અને ક્યાં ક્યાં તેની ગંભીર અસર થશે. હાલમાં ગુજરાતમાં એક તરફ ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થઇ નથી પરંતુ ઉનાળો હોવા છતાં પણ ચોમાસા જેવો જ માહોલ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે તા 9 અને 10 જૂનના રો વરસાદ થઇ શકે છે. તેમજ આગામી 3 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે આગાહી જણાવતા કહ્યું છે કે, 7થી 9 જૂન સુધી દરિયો ભારે તોફાની બની શકે છે.
આ કારણે દરિયામાં 60 થી 90 કિમિના ઝડપે પવન ફુંકાઈ શકશે. તેમજ આ વાવાઝોડાની અસર 15 જૂન સુધી રહેશે. જેના કારણે દરિયામાં મોજા ઊંચા ઉછળશે અનેદક્ષિણ ગુજરાતમાં 60 થી 70 કિમિ ઝડપે પવન ફુંકાશે અને આ કારણે દરિયાથી એક હજાર માઈલ સુધી અસર રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવન ફૂંકાઈ શકે છે. સૌથી ચોંકાવનાર વાત એ છે કે વાવાઝોડાના કારણે ચોમાસુ મોડુ પડી શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.