અંબાલાલ પટેલે હોળી દહન પહેલા કરી મોટી આગાહી! કહ્યું કે, હોળીની જ્વાળા જો આ દિશામાં જશે તો ચોમાસુ, જાણો વિગતે
કાલે હોળીનો પાવન દિવસ છે, દર વર્ષે હોળીની જ્વાળા દ્વારા આગામી ચોમાસાનો વરતાવો જાણતા હોય છે, ત્યારે હાલમાં જ હવમાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે પણ હોળીના જ્વાળા અંગે ખાસ વાત કહી છે, અંબાલાલ પટેલે જણાવેલું કે, હોળીની જ્વાળાની દિશા પરથી આગામી ચોમાસાનો વરતારો કાઢવામાં આવશે, આ વરતાવો કઈ રીતે કાઢવામાં આવૅ છે તે અંગે અમે આપને વિગતવાર માહિતી આપીએ. ખરેખર આ વાત ખુબ જ ઉપયોગી છે.
અંબાલાલ પટેલે જણાવેલું કે, આ વર્ષે હોળી દહનની 96 મિનિટથી પવનની દિશા નક્કી કરવામાં આવશે, સૌથી ખાસ વાત એ છે કે, જો ઉત્તરનો પવન ફૂંકાશે તો વરસાદ સારો થશે પરંતુ જો અગ્નિ દિશાનો પવન ખરાબ વર્ષનું ચિહ્ન સૂચવે છે તેમજ જ નૈઋત્યના પવન સાધારણ વરસાદનું સૂચન કરે છે.
પશ્ચિમનો પવન ફૂંકાશે તો સાધારણ વરસાદ થશે. જ્યારે પવન દક્ષિણનો ફૂંકાશે તો વર્ષ નબળું-રોગની ઉત્પત્તિ કરશે. તેમજ હોળીની જ્વાળા પૂર્વનો પવન ખંડવૃષ્ટિ, ઈશાનનો પવન ઠંડીનું સૂચન કરે છે. જેના પર પણ ઘણો નિર્ધાર રહેલો છે.જો ચારેય દિશામાં પવન ફૂંકાય અને આકાશે ઘૂમરી લેતો પવન ફૂંકાય તો દુકાળ પડવાની શક્યતા રહેલી છે.
આ સાથે જ જો હોળીની જ્વાળા ઉપરને ઉપર ચડે તો દેશમાં યુદ્ધ-લડાઇ જેવી પરિસ્થિતી સર્જાય. દેશમાં કટોકટી જેવી સ્થિતિ થાય છે, ખરેખર હવે આ વર્ષે જોવાનું રહ્યું કે, હોળીની જવાળા કઈ દિશામાં જાય છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે અંબાલાલ પટેલે દર વર્ષે હોળીની જવાળા દ્વારા વરતાવો કાઢે છે ને તે મહદંશે સાચો પડે છે. આગામી વર્ષે ચોમાસુ કેવું રહેશે તે કાલ રાત્રે ખબર પડશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.