Gujarat

અંબાલાલ પટેલે ભર ઉનાળે કરી મોટી આગાહી! ગુજરાતમાં આ તારીખે પડશે માવઠું, જાણો કયા અને ક્યારે…

હાલમાં એક તરફ ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે અતિ વધી રહ્યું છે, ત્યારે હાલમાં જ અંબાલાલ પટેલે ભર ઉનાળે એવી આગાહી કરી છે કે જાણીને તમારું મગજ પણ કામ નહી કરે. ખરેખર વાતાવરણમાં ક્યારેય શું પલટો આવી જાય એ કોઈ નથી જાણતું. હાલમાં જ  અંબાલાલ પટેલે ભર ઉનાળે ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે, આખરે અંબલાલની આગાહી પ્રમાણે ક્યારે વરસાદની આગાહી કરી છે? અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જાણવા મળ્યું છે કે,  ગુજરાતમાં 7મી એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. 9 એપ્રિલથી તાપમાનમાં વધારો થશે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે,  તા 12થી 18માં હવામાનમાં મોટો પલટો આવશે જેથી કરીને પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને આ જ કારણે ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે.અંબાલાલ પટેલની માવઠાની આગાહીએ ફરી એકવાર ખેડૂતોની ચિંતા વધી શકે છે તેમજ સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભર ઉનાળે માવઠું થતાં અંબાના પાક અને અન્ય પાકને નુકસાનના થઈ શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!