અંબાલાલ પટેલે કરી ભારે આગાહી, ચોમાસુ વિદાય લેશે તે અંગે બાબતે કરી મોટી વાત, જાણો શું ફરી વરસાદ…
હાલમાં સૌ કોઈ લોકો વરસાદની વિદાયની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ ફરી એકવાર અંબાલાલ પટેલે ભારે ચોંકાવનારી આગાહી કરી છે.ચોમાસુ સંપૂર્ણ પૂર્ણ થતાં હજુ કેટલાક દિવસો બાકી છે. આખરે ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે.
ગુજરાતમાં આગામી 4 દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ આવશે. તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અંબાલાલ પટેલે ભારે આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. મુંબઈ નજીકના ભાગમાં 30 સપ્ટેમ્બરે એક સિસ્ટમ બનવાની છે.
આ સિસ્ટમ લો પ્રેશર બનશે. જેના લીધે મહારાષ્ટ્ર મુંબઈ અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.જેથી
આગામી તા. 26 સપ્ટેમ્બરથી સિસ્ટમ સક્રિય થશે અને 30 સપ્ટેમ્બરે સિસ્ટમ મજબુત થશે. બંગાળના ઉપસાગરમાં 3 ઓક્ટોબર આસાપસ એક સિસ્ટમ સક્રિય થશે. 6થી 9 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે.
સૌથી ખાસ વાત એ છે કે, આગામી ઓક્ટોબરથી ગુજરાતના ભાગોમાંથી ચોમાસું પીછેહટ થતું જોવા મળશે અને ગરમી વધશે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. 27 સપ્ટેમ્બરે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 15 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા રહેશે.