અંબાલાલ પટેલ કરી મોટી આગાહી ! જણાવ્યુ કે ક્યા લેન્ડફોલ થશે બીપોરજોય??? અને સમગ્ર ગુજરાત પર કેવી અસર થશે ??
બીપોરજોય વાવાઝોડાનું સંકટ ગુજરાત પર મંડરાઈ રહ્યું છે, ત્યારે આજ રોજ અંબાલાલ પટેલ કરી મોટી આગાહી! આજ રોજ
કચ્છના જખૌમાં વાવાઝોડું લેન્ડફોલ થવાનું છે ત્યારે ‘બિપોરજોય’ હાલ પ્રતિકલાક 6 કિમીની ગતિથી આગળ વધી રહ્યું છે. જખૌમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.
વાવાઝોડાના કારણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્ર એલર્ટ કરવામાં આવેલ છે.એક તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, એવામાં ને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, આજ રોજ સાંજે 7 વાગ્યા સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે. આ વાવાઝોડાની અસર લગભગ અડધા ભારતમાં થશે.
ખાસ કરીને કચ્છ, માંડવી અને પાકિસ્તાનમાં વાવાઝોડાની અસર થશે તેમજ કચ્છમાં તબાહી મચાવે તેવો વરસાદ થવાની શકયતા છે.આ વરસાદ આગામી ચોમાસાને વિલંબકારી બનાવી શકે છે.
બિપોરજોય વાવાઝોડું જખૌથી માત્ર 180 કિમી દૂર દરિયામાં છે.
જ્યારે દ્વારકાથી 210 કિમી, નલિયાથી 210 કિમી, પોરબંદરથી 290 કિમી, કરાંચીથી 270 કિમી દૂર છે. આ વાવાઝોડુ ટકરાશે ત્યારે 140 કિમીની ઝડપે પવન ફુંકાશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ખરેખર ગુજરાત માટે આવનાર દિવસો ખૂબ જ ખતરનાક સાબિત થશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં તો ભારે તબાહી મચાવી શકે છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.