અંબાલાલ પટેલ એ કરી મોટી આગાહી ! ઓગસ્ટ મહીના મા આ તારીખે મેઘરાજા ફરી મહેરબાન થશે અને વરસાદ આવશે..
ગુજરાતમાં મેઘરાજાએ હાલમાં વિરામ લીધો છે પરંતુ હાલમાં જ હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઓગસ્ટ મહીનામાં મેઘરાજા ફરી મહેરબાન થશે અને વરસાદ આવશે. ચાલો અમે આપને વિગતવાત જણાવીએ કે આખરે કઈ તારીખથી મેઘરાજ ફરી એકવાત ધમાકેદાર એન્ટ્રી કરશે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં 22 અને 23 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. તેમજ હાલમાં મેઘરાજા વિરામ પર હતા એવા સમયગાળામાં વરસાદ થતાં ખેડૂતોના પાકને લાભ થશે કારણ કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની અછત છે.
કોઈ સિસ્ટમ સક્રિય ન હોય થતાં પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. 22, 23 અને 24 ઓગસ્ટે પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. 24, 25 અને 26 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.જ્યારે સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે.ઓક્ટોબર અને નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં વાવઝોડાની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના આજના દિવસની અગાહી કરવમાં આવી હતી જેથી કચ્છ, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દમણ, દાદરાનગર હવેલી, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, મહીસાગર, વડોદરા, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા અને પાટણમાં વરસાદ થશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.