Gujarat

અંબાલાલ પટેલે કરી દીધી ધ્રુજાવી દેતી આગાહી ! આવનારી 24 જુલાઈએ થશે બીજી સીસ્ટમ સક્રિય, 27થી29 સુધી…..

ગુજરાતમાં ચોમાસાને લઈને જો વાત કરવામાં આવે તો હાલના સમયમાં ગુજરાત પર મેઘરાજા તારાજી સર્જી રહ્યા છે કારણ કે હાલના સમયમાં અનેક એવા ગામડાઓ તથા તાલુકાઓ છે જેમાં 10 ઇંચથી પણ વધારે વરસાદ વરસી ચુક્યો છે અને હાલ હજી આવનાર દિવસો માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં એવી છે, એવામાં મહાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ(ambalal Patel) દ્વારા પણ હવામાનને લઈને મોટી આગાહી કરી દીધો છે તો ચાલો તમને તેઓની આ આગાહી વિશે જણાવી દઈએ.(gujarat)

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે(ambalal Patel agahi)જણાવ્યું હતું કે આવતીકાલના રોજ ગુજરાતના અનેક એવા જિલ્લાઓમાં વરસાદ થઇ શકે છે જેમાં સૌરાષ્ટ્ર તથા કછના વિસ્તારોનો સમાવેશ થઇ રહ્યો છે, અંબાલાલ પટેલે કહ્યું છે કે આજ રોજ અને આવતીકાલના રોજ વરસાદ ગુજરાત પર આવી શકે છે. આજ તથા આવતીકાલના રોજ ભાવનગર, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, મોરબી, બનાસકાંઠા, કચ્છ, વડોદરા, ખેડા, અમદાવાદ, સાવલી, પેટલાદ, તારાપુર, નડિયાદ, સુરેન્દ્રનગર, મહેસાણા તથા સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.(ambalal Patel agahi 2023)

અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં આગળ જણાવ્યું હતું કે 24 જુલાઈના રોજ બંગાળની ખાદીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે જેને પગલે આવનારી 27થી29 જુલાઈના રોહ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા ધમરોળશે વધુ પડતા વરસાદ આવવાના કારણે સરદાર સરોવર ડેમ તથા ઉકાઈ ડેમ જેવા અનેક મોટા ડેમોની જળસપાટીમાં વધારો થઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા તો વરસાદને લઈને પણ ખુબ મોટી આગાહી કરી દેવામાં એવી છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાજ્યના અનેક ગામ તથા જિલ્લાઓમાં(Gujarat monsoon) ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.

ગુજરાત હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવ્યું છે કે પાંચ દિવસોને લઈને ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે જેમાં આપણા રાજ્યના વલસાડ, અમરેલી તથા ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલું જ નહીં આજ રોજ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે તેવી સંભાવના સાધવામાં આવી રહી છે, ગીર સોમનાથ તથા જૂનાગઢ જેવા જિલ્લાઓમાં આજ રોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!