Gujarat

અંબાલાલ પટેલે ઓગસ્ટ માસને લઈને કરી દીધી આ મોટી આગાહી ! વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ, ઓગસ્ટ માસને પેલા જ અઠવાડિયામાં….

રાજ્યમાં હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોઈ તેવું લાગી રહ્યું છે,એવામાં જો વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યમાં વરસાદને વાત કરવામાં આવે તો હવામાન વિભાગ તથા ગુજરાતના અનેક એવા હવામાન શાસ્ત્રીઓ દ્વારા મોટી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે,એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વધુમાં હવામાનને લઈને મોટી આગાહી કરી દેવામાં આવી છે,આવનાર ઓગસ્ટ માસને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવેલ છે.

હવામાનને લઈને અંબાલાલ પટેલ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે કે રાજ્યમાં ઓગસ્ટ માસની અંદર પેહલા અઠવાડિયાથી જ વરસાદની શરૂઆત થઇ જશે જે આવનારી 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી યથાવત રીતે અતિ ભારે વરસાદ વરસશે, સૌરાષ્ટ્ર,કચ્છ,ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના અનેક એવા ભાગોમાં વરસાદની ભારે આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે. હવામાનની આગાહી અનુસાર અંબાલાલ પટેલ દ્વારા એમ પણ જણાવી દેવામાં આવ્યું હતું કે આવનારી 1 ઓગસ્ટના રોજથી ડીપ ડિપ્રેશન ઓરિસ્સાની અંદર સક્રિય થશે જે મજબૂત બનતા મધ્ય ભારતના રાજ્યોમાં મેઘ વર્શાના અણસાર છે.

અંબાલાલ પટેલ દ્વારા જણાવામાં આવ્યું હતું કે આવનારા દિવસોની અંદર મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે,અંબાલાલ પટેલે આવનારા વરસાદના રાઉન્ડને લઈને પણ મોટા સમાચાર આપતા કહી દીધું છે કે રાજ્યમાં હવે ચોથા રાઉન્ડરની શરૂઆત થઇ ગઈ છે જેના પગલે ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે અને સાથો સાથ પવન પણ ફૂંકાવાની સંભાવના હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગોળાર્ધમાંથી આવતા પવનો જે પશ્ચિમ ભાગને અસર કરે છે તેના લીધે થી સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના અનેક એવા ભાગોમાં આવનારા 48 કલાક વરસાદ પડવાની સંભવાના સાધવામાં આવી રહી છે,આ 48 કલાકોની અંદર કચ્છ તથા ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની સંભાવના તો છે જ તે સાથો સાથ અંબાલાલ વરસાદના એંધાણ આપતા એમ પણ કહ્યું હતું કે બંગાળાની ઉપ સાગરમાં સિસ્ટિમ સક્રિય બનતા આવનારી 3 ઓગસ્ટના રોજથી વરસાદનું જોર પણ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!