અંબાલાલ પટેલે ફરી એક વખત કરી આ મોટી આગાહી ! ઓગસ્ટ માસના અંતના આ દિવસોમાં વરસાદ તો 28 તારીખ બાદથી….
ગુજરાત રાજ્યમાં જો હવામાન વિશે વાત કરવામાં આવે તો હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા થોડાક દિવસોથી રાજ્યના કોઈ જિલ્લાઓમાં વરસાદ પડવા પામ્યો નથી, એવામાં હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાતો દ્વારા પણ અનેક એવી આગાહી કરી દેવામાં આવી છે કે હાલ રાજ્ય પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી આથી વરસાદ પડવાની સંભાવના પણ ઓછી જ માનવામાં આવી રહી છે.
એવામાં ગુજરાતના હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના વાતાવરણને લઈને મોટી આગાહી કરી દીધી છે, અનેક હવામાન શાસ્ત્રીઓ તથા રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને કહેવામાં આવ્યું હતું કે 25 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે, એટલામાં જ અંબાલાલ પટેલે પોતાની નવી આગાહી કરી દીધી છે જેમાં તેઓએ ઓગસ્ટ મહિનાની અંત તારીખો વિશેની મહત્વની માહિતી આપી છે.
અંબાલાલ પટેલના કહ્યા અનુસાર આવનારી 26 તારીખ સુધી ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ઓછા અંશે વરસાદના ઝાપટા પડી શકે છે, એટલું જ નહીં આ વરસાદી ઝાપટા 27થી31 ઓગસ્ટ સુધીના સમયની અંદર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક એવા વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની શક્યતાઓ હાલ હવામાન નિષ્ણાત દ્વારા સેવવામાં આવી રહી છે.
ફક્ત વરસાદને લઈને જ નહીં પણ આવનાર દિવસોને લઈને અંબાલાલે આગાહી કરતા જણાવ્યું હતું કે 28 ઓગસ્ટ પછીથી રાજ્યની અંદર વાતાવરણ વરસાદીના રહેતા ગરમીના પ્રમાણમાં પણ વધારો થઇ શકે છે જયારે 28 ઓગસ્ટના રોજથી સપ્ટેમ્બર માસની અંદર 23 તારીખ બાદથી ઉનાળા જેવી ગરમી પણ પડી શકે છે. ગુજરાતમાં આ વરસાદી સીઝનમાં સારો એવો વરસાદ રહ્યો હોવાને લીધે હાલ અનેક ડેમો છલોછલ પાણીથી ભરેલ છે આથી હવે પાણીની અછતની મુશ્કેલી પણ નહીં પડે.