Gujarat

ઉત્તરાયણમાં પતંગ રસીકોના અરમાનો પર માવઠું પાણી ફેરવશે ?? અંબાલાલ પટેલે ઉત્તરાયણને લઈને મોટી આગાહી, પતંગ રસિયાઓ માટે સારા સમાચાર…

હાલમાં શિયાળાની ગુલાબી ઠંડીનો આનંદ સૌ કોઈ માણી રહ્યા છે, ત્યારૅ નવા વર્ષની શરૂઆત સાથે જ સૌથી પહેલો તહેવાર એટલે કે ઉત્તરાયણની સૌ કોઈ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે પતંગ રસિયાઓની મજા બગડી શકે છે. અંબાલાલ પટેલે આપણને જણાવ્યું કે ઉત્તરાયણના દિવસોમાં થોડો વરસાદ પડી શકે છે. પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પવન પણ સારો રહેશે. ક્યારેક પવન ધીમો પડી શકે છે, તો ક્યારેક ઝડપથી ફૂંકાશે.

અંબાલાલ પટેલની આગાહી સાંભળતા જ સૌ કોઈ ચિંતામાં મુકાય ગયા છે, પરંતુ તેમની આગાહીએ પતંગ રસિયાઓને રાહત આપી છે કારણ કે પવન સારો રહેશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે કે ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં બહુ મોટા આનંદ સાથે ઉજવવામાં આવે છે. નાના મોટા દરેક લોકો આ તહેવાર ઉજવવા માટે ઉત્સુક હોય છે. આપણા ગુજરાતમાં જ નહીં, પરંતુ દુનિયાના અન્ય દેશોમાંથી આવેલા લોકો પણ આ તહેવારમાં ભાગ લે છે.

આપણે આ તહેવારને ખૂબ આનંદથી ઉજવીએ છીએ, પરંતુ સાથે સાથે આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણો આનંદ કોઈને નુકસાન ન પહોંચાડે. આપણે કાચવાળી દોરી ન ઉડાવીએ. આવી દોરી ખૂબ જ ખતરનાક હોય છે અને કોઈને ઘાયલ કરી શકે છે. આપણે સુરક્ષિત દોરીનો ઉપયોગ કરીએ અને સુરક્ષિત રીતે પતંગ ઉડાડીએ.

પોલીસ આપણને સુરક્ષિત રીતે ઉત્તરાયણ ઉજવવા માટે સતત અપીલ કરી રહી છે. તેઓ કાચવાળી દોરી વેચનારાઓ સામે કાર્યવાહી કરી રહ્યા છે. આપણે પણ પોલીસનું સહકાર આપીએ અને સુરક્ષિત ઉત્તરાયણ ઉજવીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!