Gujarat

હૈયાંમાં ટાઢક પડે એવી અંબાલાલ પટેલે કરી આગાહી! આ તારીખથી ભારે ગરમીમાંથી મળશે હાશકારો….જાણો ક્યારે

ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, આ કારણે ગુજરાતમાં મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ લોકોને કહ્યું છે કે,
ગુજરાતના મારા વ્હાલા સૌ નાગરિક ભાઈ-બહેનો.. આપણે બધા જ હાલ આકરા તડકા અને અતિશય ગરમીનો અનુભવ કરી રહ્યા છીએ. હવામાન વિભાગે પણ હીટ વેવ સાથે તાપમાન હજુ વધુ ઊંચું જવાની આગાહી કરી છે.

આ આકરા તાપમાં સૌની આરોગ્ય સલામતી જળવાય અને હીટ વેવની અસરોથી લોકોને બચાવી શકાય તે માટેનું આયોજન પણ રાજ્ય સરકાર સંબંધિત વિભાગો સાથે કરી રહી છે.‘સાવચેતી એ જ સલામતી’ એવા અભિગમ સાથે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે.

આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે, તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળીએ, અનિવાર્ય હોય તો જ નીકળીએ.પાણી અને પ્રવાહી વધુ પ્રમાણમાં લઈએ અને ડી-હાઇડ્રેશનથી બચીએ.લૂ લાગવી – સન સ્ટ્રોક લાગવો કે ગરમીના પ્રકોપને કારણે સ્વાસ્થ્યને અસર પડે તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર-દવાખાનાનો સંપર્ક કરીએ.

આ હીટ વેવ, અતિશય ગરમી અને તાપની સ્થિતિમાં સૌ સાવચેતી, સલામતી અને સતર્કતા રાખીએ. હાલમાં આકરી ગરમીમાં લીધે સૌ કોઈ તકલીફ ભોગવી રહ્યું છે પરંતુ અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, લોકોને હાશકારો થશે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે તા. 26 મે બાદ ગરમીમાં ઘટાડો થશે તેમજ તા. 27 થી 29 સુધી ગરમીથી લોકો રાહત અનુભવશે અને મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી તાપમાન નોંધાશે. તેમજ 4 જૂનથી મહત્તમ તાપમાન 41 ડિગ્રી જોવા મળશે.

તા. 8 જૂન દરિયામાં પવન ફૂંકાશે અને મે મહિનાના અંતમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે અને ત્યારબાદ ધીરેધીરે ચોમાસુ આગળ વધશે. મતલબ કે અંબાલાલના જણાવ્યા અનુસાર 8 થી 14 જૂન દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને વધુમાં અંબાલાલે જણાવ્યું કે 14 થી 28 જૂન દરમિયાન વરસાદ નોંધાશે

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!