અંબાલાલ પટેલે કરી ધ્રુજાવી દે તેવી આગાહી! આ પાંચ દિવસ અતિ ભારે વાવાઝોડું અને વરસાદ…જાણો ક્યાં અને ક્યારે
ગુજરાતમાં ફરી એકવાર સંકટોના વાદળો છવાશે. હાલમાં જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી 5 દિવસ સુધી અતિ ભારે વાવાઝોડું થશે અને ગુજરાતમાં અતિ વરસાદ પણ આવશે. ચાલો ત્યારે અમે આપને વધુ માહિતી વિગતવાર જણાવીએ કે આખરે કઈ તારીખે અને ક્યાં શહેરમાં વરસાદ આવી શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે,ગુજરાતમાં 7થી 11 જૂન દરમિયાન ભારે વાવાઝોડુ આવી શકે છે તેમજ ગુજરાતમાં 15 જૂન સુધી ભારે વરસાદની આગાહી છે. આપણે જાણીએ છે કે આ વરસે તો આખો ઉનાળો પણ ચોમાસા જેવો જ રહ્યો છે..મે થી જૂન સુધીમાં અનેક રાજ્યોમાં પણ વરસાદનો માહોલ જોવા મળ્યો છે, ત્યારે હવે આખરે ચોમાસુ બેસવાનું છે, ત્યારે ફરી એકવાર ગુજરાતમાં વાવાઝોડું આવી શકે છે.
અંબાલાલ પટેલની આગાહીગાહી મુજબ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં 12 ઇંચથી વધુ અને દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચ થી વધુ અને મધ્ય ઉત્તર ગુજરાતમાં 4 ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે, ગુજરાતમાં 15 જૂન સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે.
અરબ સાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બનશે અને 7થી 11 વાવાઝોડું આવી શકે છે. આ દરમિયાન જ કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા રહેશે અને તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં તા. 8 થી 11 જૂન સુધી વાવણી લાયક વરસાદ થવાની પણ શક્યતા છે.
સૌથી ખાસ વાત એ છે કે આગામી બે દિવસ સામાન્ય વરસાદ ની આગાહી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિલોમીટર ઝડપે ફૂંકાશે તેમજ અમદાવાદમાં પણ7 અને 8 જૂનના રોજ યેલો એલર્ટ જાહેર કરાયું છે.