ગુજરાતમાં ચારો તરફ મેઘ મહેર પણ અમદાવાદમાં કેમ સારો વરસાદ નથી પડતો તેનું કારણ જણાવ્યું અંબાલાલ પટેલે! જાણો શું છે કારણ????,
આપણે બધા જોઈ રહ્યા છીએ કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પૂરની સ્થિતિ છે. પરંતુ અમદાવાદમાં હજુ સુધી સીઝનનો માત્ર 38.60 ટકા વરસાદ જ પડ્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. તેમના મતે, આ વખતે ચોમાસામાં વાદળ-વાયુનું જોર નથી. દક્ષિણ ગોળાર્ધની સ્થિતિ સાનુકૂળ ન હોવાથી અરબ સાગરની સિસ્ટમ કેરળથી મુંબઈ સુધી સક્રિય થાય છે.
જેના કારણે દેશના પશ્ચિમ ભાગોમાં વલસાડથી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સારો એવો વરસાદ આવી રહ્યો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બરાબર સક્રિય નથી થતી અને દરિયાથી અમદાવાદનું અંતર વધારે હોવાથી સિસ્ટમ વડોદરા સુધી પહોંચે છે પરંતુ અમદાવાદ સુધી પહોંચતી નથી.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, બંગાળના ઉપસાગર પર સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 3 ભાગોમાં વરસાદ આવી શકે છે. આ સિસ્ટમ સક્રિય થતા 27થી 29 જુલાઈ સુધી અમદાવાદ તથા ગાંધીનગરમાં સારો એવો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ વરસાદના ઝાપટા પણ પડી શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.