સ્વેટર છોડો રેનકોટ કાઢવાની તૈયારીમાં રહો ! અંબાલાલ પટેલે કરી ભર શિયાળે માવઠાની આગાહી..જુઓ શું કહ્યું પોતાની આગાહીમાં
મિત્રો હાલ આખા ગુજરાતમાં જાણે વાતાવરણમાં પલટો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તથા સાથો સાથ કડાકે દાર ઠંડીનો પણ અનુભવ થઇ રહ્યો છે. એવામાં હવામાન નિષ્ણાતો તથા ગુજરાતના હવામાન વિભાગ દ્વારા અનેક મહત્વની આગાહી કરવામાં આવી રહી છે.પરેશ ગૌસ્વામી તથા અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી રજૂ કરતા માઠા સમાચાર આપ્યા છે.
અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આવનાર દિવસોમાં રાજ્યમાં માવઠું પડવાની સંભાવના છે, ઉત્તર-મધ્ય ભાગમાં સાઇકલોનિક સર્ક્યુલેશન સર્જાશે એટલું જ નહીં અરબ સાગર તથા બંગાળની ખાડીમાં ભેજ આવવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તો અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે.
અંબાલાલે પોતાની પોતાની આગાહીમાં ગુજરાતમાં ઠંડીની વાતનો પણ સમાવેશ કર્યો છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે 26મી જાન્યુઆરી બાદ રાજ્યમાં કડકડતી ઠંડી પડી શકે છે એટલું જ નહિ અંબાલાલ પટેલે એમ પણ કહ્યું છે કે આવનાર જાન્યુઆરી માસની શરૂઆતથી જ ઠંડીનું પ્રમાણ વધી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં કાતિલ ઠંડી પડવાની પણ શક્યતાઓ રહેલ છે.
હાલ રાજ્યમાં ગાંધીનગર તથા અમદાવાદ જેવા મોટા શહેરમા ઠંડીનું પ્રમાણ ઘટી ચૂક્યું છે પણ દર વર્ષે જ્યાં રેકોર્ડ બ્રેક ઠંડી પડનાર એવા નલિયામાં સૌથી વધુ 5.7 ડિગ્રી તાપમાન રહેતા કોલ્ડવેવનો અનુભવાય રહ્યો છે.