અંબાલાલ પટેલે ફરી એક વખત કરી દીધી આકરી આગાહી ! આવનારી આ તારીખ સુધી ગુજરાતમાં મેઘો મંડાશે…જાણી લ્યો પુરી આગાહી
ગુજરાતના(Gujarat) હવામાનને લઈને જો વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં તો રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઓછું થયું છે તેવું લાગી રહ્યું છે પરંતુ હજી ઘણા એવા જિલ્લાઓ છે જ્યા ધીરે ધારે વરસાદ પડી રહ્યો છે અને સાથો સાથ વાદળછાયું વાતાવરણ પણ રહેલું છે. એવામાં અંબાલાલ પટેલ તથા હવામાન વિભાગ દ્વારા પણ આગાહી(havaman agahi) કરવામાં આવી હતી કે ઓગસ્ટ માસમાં દીપ ડિપ્રેશન સક્રિય થશે જેના કારણે રાજ્યમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ તથા હવામાન શાસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે(ambalal patel) જણાવ્યું હતું છે કે આવનારી 9 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં ભારે પવનની સાથો સાથ વરસાદ વરસી શકે છે જે બાદથી કદાચ વરસાદના જોરમાં પણ ઘટાડો થતો જોવા મળી શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ(ambalal patel ni agahi) દ્વારા જણાવ્યા અનુસાર બંગાળની ઉપસાગરની અંદર ડીપ ડિપ્રેશન સક્રિય થતા તેની અસર રાજ્ય પર પડેશે અને આવનાર થોડાક દિવસો સારો એવો વરસાદ પણ પડી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતના હવામાનને લઈને ગુજરાત હવામાન વિભાગ(gujarat havaman vibhagni agahi) દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે કે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આવનારા દિવસોમાં વરસાદની આગાહી છે, આવનારા 5 દિવસોની અંદર ભારે વરસાદ પડવાની(gujarat ma varasad) સંભાવના નથી. એટલું જ નહીં દરિયાના પવનની ગતિ પણ વધીને 40-45 કિમિ પ્રતિ કલાકની થઇ શકે છે જે જમીન પર આવતા 20-30 પ્રતિ કલાકની થઇ શકે છે, આ આગાહીને પગલે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.
રાજ્યમાં હાલ જો વરસાદ વિશે વાત કરવામાં આવે તો અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો 85 ટકાથી પણ વધારે વરસાદ પડી ચુક્યો છે જેમાં સૌથી વધારે વરસાદ 110 ટકા ધંધુકાની અંદર પડ્યો છે. રાજ્યમાં આવનાર દિવસોમાં વરસાદ કેવો રહેશે તે અંગે જો વાત કરવામાં આવે તો આવનાર 3થી4 દિવસો બાદ વરસાદના જોરમાં ઘટાડો થશે.