Gujarat

નવરાત્રી પેહલા અંબાલાલ પટેલની મોટી આગાહી!! એક નહીં પણ બે બે વાવાઝોડાનું સંકટ? જાણો તેમની આગાહી

હાલમાં એક તરફ નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે હાલમાં અંબાલાલ પટેલે ભારે મોટી આગાહી કરી છે, ચાલો અમે આપને જણાવીએ કે આગામી સમયમાં શું સંકટ આવશે. વાત જાણે એમ છે કે આગામી સમયમાં ગુજરાતમાં ભારે સંકટ આવશે. એક તરફ હાલમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ ટળ્યું છે, ત્યારે હાલમાં
આગાહીકાર અંબાલાલ પટેલે ફરીથી એક મોટી અને ચિંતાજનક  આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળની ખાડી અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તેમના કહેવા મુજબ 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે. અંબાલાલ પટેલના કહેવા મુજબ 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે.

તા. 2 ઓક્ટોબર સુધી તે અરબ સાગરમાં આવી પહોંચશે. 12 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું ભારે રૂપ લેશે. સૌથી ખાસ વાત એ છે કે, અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા. વર્ષ 2018 જેવું વાવાઝોડું હોવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે.

આ દરમિાયન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. વાવાઝોડાની અસરના પગલે 27,28 અને 29 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડવાનું અનુમાન કરાયું છે. આ વાવાઝોડાની દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે.ગુજરાતના કેટલાંક ઉત્તર પૂર્વીય ભાગમાં વરસાદ પડશે,આ વાવાઝોડું ગુજરાતમાં સંકટ અને ચિંતાજનક પરિસ્થિતિ લાવશે

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!