અંબાલાલ પટેલ ની ધૃજાવી દે તેવી આગાહી ! કીધુ કે ” વાવાઝોડા ની સૌથી વધુ અસર….
ગુજરાત પર સંકટના વાદળો છવાયેલા છે અને આ કારણે ગુજરાત સરકાર પણ વાવાઝોડા સામે લડવા તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપણે જાણીએ છે કે આ પહેલા તાઉતે વાવાઝોડાએ ભારે તબાહી સર્જી હતી અને હવે બીપોરજોય વાવાઝોડું ત્રાટકી રહ્યું છે
આ વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 50 વર્ષમાં ન જોયું હોય તેવું વાવાઝોડું આ વર્ષે આવ્યું છે. આ કારણે ગુજરાતનાના દરિયા કાંઠાના વિસ્તારમાં ગાજવીજ અને ધૂળના તોફાનો આવી શકે છે સાથો સાથ કડાકા-ભડાકા, આંધી સાથે વરસાદ થઈ શકે છે. તેમજ 12થી 16 જૂને મધ્ય ગુજરાતમાં અસર થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર સુધી વરસાદ થઈ શકે છે.
વાવાઝોડાની સૌથી વધારે અસર ઓખા, દ્વારકા, માંગરોળમાં વર્તાશે. તો વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વાવાઝોડાની અસર થશે. તેમણે જણાવ્યું છે કે, વાવાઝોડાને પગલે વલસાડ, નવસારીના ભાગોમાં પણ અતિભારે વરસાદ થઈ શકે છે.અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે.
આ કારણે વાવાઝોડું મજબૂત બન્યું છે.આ કારણે ગુજરાતના દરિયાકાંઠા તરફ તા. 12થી 16 જૂન દરમિયાન ગાજવીજ અને ધૂળની ડમરી સાથે વરસાદ ખાબકશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકવા લાગશે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળશે. દરિયો તોફાની બનશે અને દરિયામાં ભારે કરંટ જોવા મળશે.