ગુજરાતમાં ભારે સંકટ? અંબાલાલ પટેલે માવઠાના ની સાથો કરી ભારે ઠંડીની આગાહી, જાણો ક્યારથી ઠંડીનું જો વધશે અને ક્યાં માવઠું થશે….
ગુજરાતમાં વરસાદ બાદ ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં 19 ડિગ્રી અને વડોદરા, રાજકોટમાં પણ 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બનાસકાંઠા અને ડીસામાં 18 ડિગ્રી અને સુરતમાં 22 ડિગ્રી તેમજ નલિયામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આગામી 30 નવેમ્બરે ઉત્તરના પહાડો પર હિમવર્ષા થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે તેમજ હિમવર્ષાના કારણે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે. માવઠાના કારણે કપાસના પાકમાં લીલી ખાખરી આવવાની સંભાવના છે.
જંબુસર અને ભરૂચના કેટલાક વિસ્તારમાં માવઠું પડી શકે છે. વડોદરા અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. માવઠાના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. આજે અને આવતીકાલે વાતાવરણ ચોખ્ખું થશે તેમ અંબાલાલ પટેલ જણાવ્યું છે.
અંબાલાલ પટેલ ભારતના પ્રખ્યાત હવામાનશાસ્ત્રી છે. તેમની આગાહીઓ ઘણી વખત સાચી પડતી હોય છે. તેમની આગાહી મુજબ, 30 નવેમ્બરે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. આ માવઠાના કારણે ઠંડીનું જોર વધશે અને કપાસના પાકને નુકસાન થઈ શકે છે.
ખેડૂતોએ આ માવઠાથી સાવચેત રહેવું જોઈએ. તેમણે પાકને ઠંડીથી બચાવવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ.