કાળજાળ ગરમી વચ્ચે અંબાલાલ ની ભુકા કાઢી નાખે તેવી આગાહી ! કીધુ કે આ તારીખે પવન અને ડમરી સાથે પડશે વરસાદ
હાલમાં એક તરફ દિવસને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે હાલમાં જ આવી કાળજાળ ગરમી વચ્ચે અંબાલાલ ની ભુકા કાઢી નાખે તેવી આગાહી ! ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે, આખરે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે? આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં થોડા સમય પહેલા જ અંબાલાલ પટેલે ગરમી વચ્ચે વરસાદની આગાહી કરી હતી.
ફરી એકવાર અંબાલાલ પટેલે આવી કાળજાળ ગરમીમાં વરસાદને લઈને આગાહી કરી છે. એક ખાસ વાત એ છે કે, અંબાલાલ પટેલે ચોમાસાની ઋતુ પહેલા ક પ્રી-મોન્સૂન એક્ટિવિટીનું નિવેદન આપ્યું છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે તા.10થી 14 મે વચ્ચે પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે.
આ પ્રિ મોન્સુન ની અસર ખાસ કરીને ઉત્તર ભારતમાં ખતરનાક હશે, અને ભારે ગાજવીજ, આંધી, વંટોળ સાથે હશે. અને આરબ રાષ્ટ્રોમાંથી આવતું વંટોળ કચ્છના ભાગોમાં થઈ ગુજરાતના કેટલાક ભાગોમાં ફેલાઈને ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં જતું રહેશે.
10થી 14 તારીખમાં ભારે આંધી, ગાજવીજ અને કાચા મકાનના છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાશે અને 20 બાદ ફરી હવામાનમાં પલટો આવશે. ગરમી બાદ 24 મેથી 5 જૂન વચ્ચે કેટલાક ભાગોમાં રોહિત નક્ષત્રમાં વરસાદ રહેશે ખરેખર આગાહીના કારણે હાલમાં એ તો જાણ થઈ ગઈ કે કાળજાળ ગરમીમાંથી લોકોને ક્યારે રાહત મળશે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.