Viral video

અંબાણી પરિવારે કોકિલાબેન અંબાણીનો જન્મદિવસ અતિ ભવ્ય અને જાજરમાન રીતે ઉજવ્યો, સોશીયલ મીડીયા પર વિડીયો આવ્યો સામે….જુઓ

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અંબાણી પરિવારના આંગણે પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું ખૂબ જ તામથી આયોજન કરવામાં આવ્યું હતું અને હાલમાં જ સોશિયલ મીડિયામાં ફરી એકવાર અંબાની પરિવાર ચર્ચામાં આવી છે કારણ કે સોશિયલ મીડિયામાં કોકીલાબેન અંબાણીનો બર્થ ડે સેલિબ્રેશન નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે કોકીલાબેન અંબાણીનો બર્થ ડે કઈ રીતે ઉજવવામાં આવ્યો.

તમને જણાવી દઈએ પ્રિ વેડિંગ પહેલા જ કોકિલાબેન અંબાણી 24 ફેબ્રુઆરી, 2024 ના રોજ 90નો જન્મદિવસ સેલિબ્રેટ નાથદ્વારામાં કરવામાં આવ્યો હતો અને આ પહેલા બર્થ ડે
પાર્ટીનું આયોજન તેમની બન્ને દિકરીઓ દીપ્તિ અને નીનાએ કર્યું હતું. બર્થ ડે ડેકોરેશન માટે તો પિન્ક કલરનો ઉપયોગ થયો છે પરંતુ સાથોસાથ સ્વીટ્સ, કેન્ડી અને ચીજ વસ્તુઓ પણ પિન્ક થીમ પર આધારિત છે.

આ બર્થ ડે પાર્ટીમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર રહી છે, અંબાણી પરિવારના ઘરના પ્રવેશ દ્વાર પર એક સુવર્ણ રંગની લક્ષ્મીજીની મૂર્તિ મૂકવામાં આવી હતી, જેમાં દેવીએ ગુલાબીરંગની સાડી પહેરેલી છે. આ વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકશો કે અંબાણી પરિવારે ખૂબ જ જાજરમાન રીતે સેલિબ્રેશન કર્યું હતું.
તેમજ નાથદ્વારા ખાતે પણ અતિ ભવ્ય અને દિવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું, ત્યાં પણ પિંક થીમ આધારિત ડેકોરેશન કરવામાં આવ્યું હતું તેમજ શ્રી નાથજી ની પૂજા અર્ચના કરવામાં આવી હતી, આ શુભ અવસરે અંબાણી પરિવારમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા.

કોકિલાબેન અંબાણીના જીવન વિષે અમે આપને ટૂંકમાં માહિતી જણાવીએ : કોકિલાબેન અંબાણી ખુબ જ સામાન્ય પરિવારના હતા પરંતુ ધીરુભાઈ અંબાણી સાથે લગ્ન કર્યા બાદ તેમના જીવનમાં ઘણા બદલાવ આવ્યા. ધીરુભાઈ અંબાણી એ કોકિલાબેન અંબાણીને ઈંગ્લીશ શીખવવા એ ટીચર પણ રાખેલ. સૌથી ખાસ વાત એ છે કે કોકિલાબેન અંબાણીને પિન્ક કલર ખુબ જ પસંદ છે.

અને આ આજ કારણે તે મોટાભાગે પિન્ક કલરની જ સાડી પહેરવાનું પસંદ કરે છે, કોકિલાબેન અંબાણી ખુબ જ ધાર્મિક વૃત્તિ ધરાવે છે, અને સૌથી ખાસ વાત એ કે તેઓ નાથદ્વાર મંદિરના ટ્રસ્ટી પણ છે, કોકિલાબેનનું જીવન ખુબ જ સરળ અને સાદગીભર્યું છે, તેઓ પોતાના નાના દીકરા સાથે રહે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!