Gujarat

અંબાણી પરિવારમાં શું રંધાઈ રહ્યું છે? ઘરમાં બે મોટા પ્રસંગો હોવા છતાં મોટી વહુ શ્લોકો મહેતા જોવા ન મળી….

અંબાણી પરિવારમાં ધામધૂમથી અનંતની સગાઈ થઇ પરંતુ એક ખામી રહી ગઈ છે, જે લોકો ને આંખોમાં કણાની જેમ ખટકી રહી છે. આપણે જાણીએ છે કે, જો ઘરના પ્રસંગમાં કોઈ એક સગા-વ્હાલું પણ ન આવે તો પ્રંસગ અધૂરો લાગે છે. ત્યારે હાલમાં જ જ્યારે અતિ શાનદાર અને ભવ્ય સગાઈમાં અંબાણી પરિવારની મોટી પુત્રવધુ શ્લોક હાજર ન હતી.

આ વાતની લોકોને જાણ થતા જ સૌ કોઈ અવનવી વાતો કહી રહ્યા છે, શું શ્લોકા મહેતા રિસામણે ચાલી ગઈ છે કે પછી શ્લોકા મહેતા અંબાણી પરિવારથી નારાજ હશે. કારણ કે હાલમાં જ ઈશા અંબાણી માટે મહાપુજા રાખવામાં આવી હતી, ત્યારે પણ શ્લોકા મહેતા હાજર ન હતી. હાલમાં જે સગાઈના ફ ફોટોઝ વાયરલ થયા છે, તેમાં જોઈ શકો છો કે, શ્લોકાનો દીકરો પૃથ્વી અંબાણી રાધિકાણ ખોળામાં બેઠો હતો.

ઈશા અંબાણીની મહાપૂજામાં પણ પૃથ્વી આકાશ પાસે જોવા મળ્યો હતો, જેથી તમામ લોકો અવનવી વાતો બનાવી રહયા છે કે, અંબાણી પરિવારમાં બે પ્રસંગો હોવા છતાં પણ શ્લોક ગેરહાજર કેમ રહી છે? શ્લોકા અંબાણી વિશે અનેક વાતો થઇ રહી છે, ત્યારે એક ચોંકાવનારી વાત પણ સામે આવી છે, જેની પુષ્ટિ અમે પણ નથી કરતા.

મીડિયા અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, શ્લોકા મહેતા પ્રેગ્નેટ હોવાના કારણે ઘરની બહાર નથી નીકળી રહી અને આજ કારણે તે બંને પ્રસંગોમાં ગેર હાજર રહી હતી. આ વાતને લઇને અંબાણી પરિવારે આ અંગે કોઇ પુષ્ટિ નથી કરી. હવે જોવાનું એ રહ્યું છે કે, જો ખરેખર શ્લોકા મહેતા પ્રેગ્નેટ હશે તો અંબાણી પરિવારમાં વધુ એક ખુશીનો અવસર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!