અંબાણીએ ખરીદ્યા લાખોની કિમતના ૨ દુર્લભ ઓલીવ વૃક્ષો, જેને ગુજરાતના આ જીલ્લામાં મુકાશે.
અંબાણી પરિવાર વિષે તો આપ સૌ જાણો છો કે તે દુનિયાના ટોપ અમીરોમાં થી એક એક અમીર છે, તેમાં સૌથી પહેલા ધીરુભાઈ અંબાણી ત્યારબાદ તેના બે પુત્રો મુકેશ અંબાણી અને અનીલ અંબાણી, આ બંને ભાઈઓ પાસે અઢળક સંપતી અને અઢળક દોલત છે, એ આપ સૌ લોકો જાણો છો, અને તેના લીધે એમના શોખ પણ એજ રીતના હોઈ છે,
તેવીજ વાત કરીએ તો મુકેશ અંબાણી કે જેની સંપતિ માંથી એક તેમની જામનગર સ્થિત બંગલા ની વાત કરીએ તો ત્યાં મુકેશ અંબાણી એ તેના એ બંગલામાં જલ્દી જ દુર્લભ ઓલીવના વૃક્ષો લગાવા જઈ રહ્યા છે, આ વૃક્ષ ની મહત્વ ની વાત કરીએ તો આ વૃક્ષ ૧૮૦ વર્ષ જુના છે, અને આને આંધ્રપ્રદેશ ની એક નર્સરીમાં ઉછેરવામાં આવ્યા હતા. અને જુના ઓલીવ ના વૃક્ષ ને આશરે ત્રણ વર્ષ પહેલા સ્પેનથી લાવવામાં આવ્યા હતા.
આ વૃક્ષ ની વાત કરીએ તો આ એક એક વૃક્ષ નું વજન લગભગ ૨ ટન જેટલું છે, આ વૃક્ષને લોડ કરવા માટે ૨૫ લોકોની ટીમ કામે લાગી હતી. અને આ વૃક્ષના મૂળને કાળજીપૂર્વક ધરતી સાથે બાંધવામાં આવ્યો હતો. અને તેને ઢાંકીને ટ્રાન્સપોર્ટશન માટે મોકલાઈ છે. અને હાઇડ્રોલીક ક્રેનના મદદથી ટ્રકમાં લોડ કરવામાં આવ્યા હતા. અને આ વૃક્ષ ખુબજ નાજુક હોવાના કારણે તેને લઇ જતું વાહન ફક્ત ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાક ની સ્પીડ થી પસાર થાય છે, તેના કારણે તેને જામનગર પહોંચતા લગભગ ૫ દિવસ જેવો સમય લાગશે.
આંધ્રપ્રદેશ ની ગૌતમી નર્સરીના માલિક માર્ગ એ જણાવ્યું હતું કે , લગભગ એક સપ્તાહ પહેલા તેમને આ વૃક્ષ નો ઓર્ડર અંબાણી હાઉસ માંથી મળ્યો હતો. અને ત્યારબાદ એક આર્કિટેક ને અંબાણી હાઉસમાં જોવા માટે મોકલ્યો હતો, ત્યારબાદ જોયા બાદ રિલાયન્સ કર્મચારીઓ એ ગત સપ્તાહ માં ઓર્ડર આપ્યો હતો, અને ત્યાં એમ જણાવવા માં આવ્યું હતું કે આ વૃક્ષ અંબાણી ના જામનગર સ્થિત બંગલામાં મુકવામાં આવશે.