વિશ્વના સૌથી ધનવાન કોકિલાબેન જાણો શા માટે દરેક પ્રસંગ ગુલાબી સાડી જ પહેરે છે? ચોંકાવનાર છે કારણ.
આપણે ત્યાં ભારતમાં ગુજરાતીઓનો દબદબો છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ થી ની આગેવાનિમાં આઝાદી મળી છે ત્યારે આજે અનેક ગુજરાતીઓ વિશ્વ ફ્લકે ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. આજે આપને વાત કરીશું ધીરુભાઇ અંબાણી નાં પત્ની કોકિલા બેન ની ! તેઓ જાહેરમાં નથી જોવા મળતા પરતું તેઓ શ્રી નાથજીમાં પરમ ભક્ત છે અને નાથદ્વાર મંદિરના ટ્રસ્ટી છે અને એક વાત ખાસ કે કોકિલા બેન એક જ ગુલાબી રંગ નીંસાડી પહેરે છે જેનિ પાછળ એક રહસ્ય છે એ આજે જાણીશું.
કોકીલાબેન ગુજરાતના એક નાના ગામથી સંબંધ રાખે છે. તેમેના લગ્ન વર્ષ 1955માં ધીરુભાઈની સાથે થયા હતા. 47 વર્ષો સુધી તેમણે એકબીજાનો સાથ નિભાવ્યો. 6 જુલાઈ, 2002માં હાર્ટએટેકથી ધીરુભાઈનું નિધન થયું ગયું. ત્યારપછી પરિવારની બધી જવાબદારી કોકિલાબેનની ઉપર આવી ગઈ હતી. તેમણે પોતાના પરિવારને ઘણી સારી રીતે સંભાળ્યો છે.
ધીરુભાઈ અંબાણી જે પણ પ્રોજેક્ટ શરુ કરતા હતા, પહેલા તેના વિશે કોકિલાબેન સાથે વાત જરુર કરતા હતા અને તેની અભિપ્રાય લેતાં હતા.કોકિલાબેનને પોતાનું ભણતર એક ગુજરાતી સ્કૂલથી કર્યુ હતુ. એટલે તેમને અંગ્રેજી આવડતું ના હતુ. એવામાં ધીરુભાઈ કોકિલાબેનને અંગ્રેજી શીખવા માટે કહ્યુ. ઘરમાં બાળકોને ભણાવવા માટે જે ટ્યૂટર આવતા હતા, તેમની પાસેથી કોકિલાબેનને અંગ્રજી શીખ્યા હતા.
ધીરુભાઈએ પતિની બધી ફરજ નિભાવી છે. કોકિલાબેનને સમય-સમય પર ભેટ પણ આપતા હતા. કોકિલાબેનને ધણીવાર જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં જોવા મળે છે તો આ પિન્ક રંગની સાડીમાં જ નજર આવે છે. કોકિલાબેનને ગુલાબી રંગ એટલો પસંદ છે કે એને વધારે પડતાં કપડા આ રંગના છે. કોકિલાબેન જ્યારે પણ પરિવારના કોઈ કાર્યક્રમમાં સામેલ થાય છે. તો પિન્ક ગુલાબી રંગના કપડા પહેરવાનું પસંદ કરે છે.