અમદાવાદ એરપોર્ટ પર 3 મુસાફરો પાસે થી 61 કિલો સોનુ પકડાયું ! સોનુ એવી જગ્યા એ છુપાવેલું હતું કે જોઈ ભલભલા ગોથં ખાઈ જાય
રાજ્યમાં વર્તમાન સમયમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, એવામાં દરેક રાજકીય પાર્ટી પૂર જોશ જુસ્સા સાથે પોતાની પાર્ટીને જિતાવામાં લાગી ચુકી છે. ચૂંટણીના આવા માહોલ વચ્ચે રાજ્યમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં લાખો રૂપિયા ભરેલી કરો અથવા તો દારૂ ભરેલી કરો ઝડપાય રહી છે. હાલ આવી જ એક ઘટના અમદવાદ એરપોર્ટ પરથી સામે આવી છે જ્યા ત્રણ મુસાફરો પાસેથી કરોડો રૂપિયાનું સોનુ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.
ઘણા બધા એવા લોકો છે જે વિદેશથી સોનુ લાવવા માતા અલગ અલગ યુક્તિ અથવા તો ચાલાકી કરતા હોય છે, જેમાં અમુક વખત કોઈ સફળ રહી જતું હોય છે તો અમુક વખત એરપોર્ટ પર જ ધરપકડ કરી લેવામા આવતી હોય છે. આ ઘટનામાં પણ એવું જ બન્યું, આજ સવારે જ્યારે એર ઇન્ડિયાની ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું હતું જેમાં મુસાફરી કરતા ત્રણ મુસાફરો પાસે 61 કિલો સોનુ ઝડપાયું હતું. જાણવા મળ્યું છે કે આ ત્રણેય મુસાફરો મુંબઈ એરપોર્ટથી અહીં આવ્યા હતા.
રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે એર અરેબિયાની ફલાઇટ વહેલી સવારે 3.50 એ પોહચી હતી જેમાંથી ત્રણ મુસાફરો મેટલ ડિટેકટર પરથી નીકળ્યા તો બીપ બીપ અવાજનો રણકાર થતા કસ્ટમ વિભાગના અધિકારીઓ તરત હાજર થયા હતા અને આ ત્રણેય મુસાફરોનું ચેકીંગ કર્યું હતું. આ ચેકિંગમાં કસ્ટમ વિભાગના અધિકારીઓને મુસાફરો પાસેથી કર્મ પહેરેલી બેલ્ટમાં સોનાની 23 કિલોની પેસ્ટ મળી આવી જેને જોઈને અધિકારીઓ પણ દંગ જ રહી ગયા.
આ મુસાફરો પાસે કુલ 61 કિલો સોનુ ઝડપાયું હતું જેની કિંમત આંકવામાં આવે તો અંદાજે તેની કિંમત 13 કરોડ રૂપિયા થાય.વિદેશથી હવાઈ માર્ગે સોનુ લાવવાનો પ્રયાસ કરતા આ મુસાફરો પર કસ્ટમ વિભાગ ઓફિસરો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આ પેહલી વખત નથી આની પેહલા પણ અનેક વખત લોકોએ વિદેશમાંથી ભારતમાં સોનુ લાવવના એવા એવા પ્રયત્ન કરી ચૂકેલા છે કે જાણી કોઈ પણ વ્યક્તિ દંગ જ રહી જાય. કોઈ વ્યક્તિ પાપડમાં સોનુ ભરીને લાવે તો કોઈ વ્યક્તિ માથાની વીટમાં સોનુ નાખીને લાવતો હોય છે.