અમદાવાદમાં મિત્રએ જ મિત્રનું કાસળ કાઢી નાખ્યું ને પછી લાશ લઈને પોહચ્યો પોલીસ સ્ટેશન ! આ કારણે મારામારી થઇને બાદમાં લોહિયાળ…
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો રોજબરોજની અનેક એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણને પણ આશ્ચય જ થતું હોય છે તો અમુક વખત આત્મહત્યા તો અમુક વખત હત્યાની ઘટના સામે આવતી હોય છે એવામાં અમદવાદ શેરમાંથી એક ખુબ જ ધ્રુજાવી દેતી ઘટના સામે આવી છે જેમાં એક મિત્રએ જ મિત્રની હત્યા કર્યા બાદ લાશને લઈને પોલીસ સ્ટેશન પોહચ્યો હતો જે બાદ પોલીસ સ્ટેશનમાં પણ ઘણા હોશ ઉડાવી દેતા દ્રશ્યો સર્જાયા હતા.
ચોંકાવનારી વાત તો એ કે યુવકે પોતે જ હત્યા કરી નાખી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી જે બાદ થોડાક સમય માટે તો પોલીસના પણ હોશ જ ઉડી ગયા હતા. તમને જણાવી દઈએ કે આ ધ્રુજાવી દેતી ઘટના અમદાવાદના ચાંદોલિયા નજીક આવેલ બ્રિજ પાસે બની હતી જ્યા રાત્રે સ્વપ્નિલ પ્રજાપતિ તથા વેદાંત કારમાં બેઠા હતા એવામાં કોલેજની કોઈ છોકરીને લઈને ઉગ્ર બોલાચાલી થતા બંને એકબીજા સાથે મારામારી પર આવી ગયા અને આ જ મારામારી લોહિયાળ બનવા પામી હતી.
મારામારીમાં ઉગ્ર થયેલ વેદાંતે સ્વપ્નિલને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધા હતા અને જ્યા સુધી સ્વપ્નિલનું મૃત્યુ ના થયું ત્યાં સુધી વેદાંત તેને ઘા ઝીકતો રહ્યો હતો, આ બાદ એકદમ ફિલ્મી અંદાજે વેદાંત સ્વપ્નિલની લાશ ભરેલ કાર સાથે સોલા પોલીસ સ્ટેશન રજૂ થયો અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો, લોહીથી લથબથ કાર તથા સ્વપ્નિલનો મૃતદેહ જોતા પોલીસ પણ ધ્રુજી ઉઠી હતી અને પોલીસ સ્ટેશનની અંદર ઘણા ધ્રુજાવનાર દ્રશ્યો સર્જાયા હતા.
એવામાં પોલીસે આ મૃતદેહને તાત્કાલિક રીતે હોસ્પિટલ ખસેડી દીધો હતો પરંતુ ત્યાંના તબીબોએ યુવકને મૃત ઘોષિત કરતા મૃતદેહને અંતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ ઘટનાને લઈને શહેરમાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો જયારે અમુક લોકો તો ઘટના વિશે જાણી ધ્રુજી જ ઉઠ્યા હતા.