Gujarat

અમદાવાદ પોલીસ બેડામાં ફરી વળ્યું શોકનું મોજું!! રામોલ પોલીસ સ્ટેશનના આ પોલીસ જવાને ગળાફાંસો ખાય મૌતને વ્હાલું કર્યું..

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો આખા ગુજરાત રાજ્યની અંદરથી અનેક એવા ચોકાવનારો બનાવો સામે એવી રહ્યા છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગતો હોય છે, એવામાં હત્યા તથા આત્મહત્યાની ઘટનાઓ દાડે દિવસે વધતી જ જઈ રહી છે, મિત્રો હજી થોડાક દિવસ પેહલા જ રાજકોટ શહેરમાંથી ઘટના સામે આવી હતી કે જેમાં એક મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરીને જીવનનો અંત આણ્યો હતો.

મહિલા કોન્સ્ટેબલે શા માટે આત્મહત્યા કરી હતી તે અંગેની તો કોઈ તપાસમાં કારણ કે કોઈ પ્રકારે જાણ થઇ નથી ક્યાં તો તેણે આત્મહત્યા શા માટે કરી તે અંગેની કોઈપણ જાતની સુસાઇડ નોટ પણ મળી આવી ન હતી, એવામાં હાલ અમદાવાદ શહેરમાંથી આવી જ એક દુઃખદ ઘટના સામે આવી છે જેના લીધે પોલીસ બેડામાં દુઃખનું મોજું ફરી વળ્યું છે કારણ કે એક પોલીસ જવાને આત્મહત્યા કરીને પોતાના જીવનનો આંટો આણ્યો છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા પોલીસકર્મીએ જીવન ટૂંકાવી લીધું છે, તપાસ અનુસાર સામે આવ્યું છે કે પોલીસકર્મી તરીકે ગાયકવાડ હવેલી વિસ્તારની અંદર ફરજ બજાવતા કિરણ લકુમે રામુલ વિસ્તારની અંદર આવેલ પોતાના ઘરમાં ગળાફાંસો ખાયને જિંદગી ટૂંકાવી લીધી છે, આ ઘટના વિશેની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

હાલ આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે, આ પોલીસ જવાને શા માટે આત્મહત્યા કરી છે તે અંગેના કોઈ કારણ વિશેની હાલ માહિતી મળી નથી કે કોઈ સુસાઇડ નોટ પણ મળ્યો નથી. રાજ્યમાં ધીરે ધીરે કરતા આત્મહત્યાની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રોજબરોજ અનેક એવી આત્મહત્યાની ઘટનાઓ હાલ આપણી સામે આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!