આ યુવક માટે અમદાવાદના ડોકટરો ભગવાન સાબિત થયા! 13 વર્ષોથી જે દર્દથી પીડાતો હતો તેનાથી આપ્યો છુટકારો…પુરી વાત જાણી વખાણ જ કરશો
જો તમને હવે મણકાને લગતી ગંભીર સમસ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. હાલમાં જ ઉત્તરપ્રદેશના 32 વર્ષના યુવક કાઇફોસિસ બીમારીની અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના તબીબો દ્વારા શ્રેષ્ઠ સારવાર કરવામાં આવી.અતૈલહા નામના દર્દી 13 વર્ષથી મણકાના દુખાવાથી હેરાન હતો. આ કારણે પીઠમાં અને ગરદનમાં અસહ્ય દુ:ખાવો થતો હતો અને લાંબા સમયથી સીધા સૂઈ શકતા ન હતા. આ બીમારીની શ્રેષ્ઠ સારવાર માટે અમદાવાદની ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આવેલા.
ઓપરેશન ન્યૂરો મોનીટરીંગમાં કરવામાં આવે છે. જેથી જાણી શકાય છે કે કેટલા સાજા કરી શકાશે અને ઓપરેશન બાદ પણ ફિઝીયોથેરાપી અને કસરતની જરૂર પડે છે. મહત્વપૂર્ણ છે કે ડિફોર્મીટી પર આધાર રહેલો છે કે ઓપરેશન કેટલું સફળ રહેશે. જો ડિફોર્મીટી 40થી વધે તો ઓપરેશન જરુરી બને છે નહીંતર લકવો પણ થઈ શકે છે. સાથે જ ટીબીના કારણે મણકામાં કોઈ તકલીફ કે ઉંમર વધવાને લીધે મણકા ઘસાવાને કારણે જે મુશ્કેલી આવે તેનો પણ ઈલાજ થાય છે.
કાઈફોસિસ એટલે કરોડરજ્જુમાં મણકાનું વાંકુ વળવું. એટલે સામાન્ય રીતે કરોડરજ્જુ આગળની તરફ વળી જાય છે અને પાછળ ખૂંટ જેવું નીકળી જાય છે. જે કમરના ઉપરના ભાગ અને નીચેના ભાગમાં એમ બંનેમાં થઈ શકે છે. ડિફોર્મીટી એટલે તેમાં સ્કોલીયોસીસ જેમાં વાકું વળેલું અને કાયફોસિસ એટલે પાછળ ખૂંધ વળેલી એમ કાયફોસિસ-સ્કોલીયોસીસ બંને સાથે થાય તેને સ્પાઈન ડિફોર્મીટી કહે છે.
સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં છેલ્લા 2 મહિનામાં સ્પાઇન ડિફોર્મીટીની 10 સર્જરી કરવામાં આવી છે. જેમાંથી 50% દર્દી અન્ય રાજ્યના છે. ખાનગીમાં આ ઓપરેશનનો આશરે 6થી 7 લાખ જેટલો ખર્ચ થાય છે. જે અહીં કોઈ ચાર્જ વગર થાય છે. સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં અત્યંત આધુનિક મશીન જેમકે ન્યૂરો મોનીટરીંગ, આઈ.આઈ. ટીવી, સી-આર્મ અને જરુર પડતા સ્ક્રૂ વગેરે ઉપલબ્ધ છે.સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં છેલ્લા 2 મહિનામાં રાજસ્થાનના 3 તો ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના 2-2 અને ગુજરાતના 5 દર્દીઓની સફળ સર્જરી કરવામાં આવી છે.