Gujarat

અમદાવાદ મા સૌથી બેસ્ટ પાણીપુરી ખાવી હોય તો આ જગ્યા પર પહોંચી જાવ ! જલારામ પકોડી એક મહીલા..

કહેવાય છે ને કે, આત્મવિશ્વાસ અને આંખોમાં સપનું અને હદયમાં ખુમારી હોય તો કોઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે. આજે અમે આપને એક એવી મહિલાનાં જીવનની કહાની વિશે જણાવીશું જેનાં વિશે તમે જાણીને આશ્ચય પામી જશો. કોણ કહે છે કે, સ્ત્રી બિઝનેસ ન કરી શકે. અનેક એવી સ્ત્રીઓ સમાજમાં છે જે પૂરષો થી વધારે આગળ નીકળી તેની બરોબરીમાં આવી ગયેલ છે. કહેવાય ને કે અશક્ય કાર્ય પણ શક્ય બની જાય તો આપણે અથાગ પરિશ્રમ થકી એ કાર્યને સફળ બનાવવા માટે પ્રયત્ન કરીએ.

આ વાતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, અમદાવાદની મહિલાએ. જીવનમાં અનેક ઉતાર ચઢાવનો સમાનો કરીને આજે તેને પોતાના કામમાં ખૂબ જ સફળતા મળી છે. ચાલો અમે આ મહિલા વિશે વધુ જણાવીએ. અમદાવાદ મણિનગરના પૂજા ત્રિવેદી ની. તેણે પોતાની નોકરી છોડી પાણીપુરી નો બિઝનેસ શરૂ કર્યો જેમાં તેને ખૂબ સારી એવી સફળતા મળી.આમ પણ પાણી પુરીઓ સ્ત્રીઓની તો મનપસંદ વાનગી કહેવાય અને એ જ પાણીપુરી એક સ્ત્રીના હાથે પીરસવામાં આવે તો એનો સ્વાદ બે ગણો વધી જાય.

તમને જાણીને નવાઈ લાગશે કે, હાલમાં પૂજા ત્રિવેદી હાલ મણિનગરમાં પાણીપુરીની લારી ચલાવે છે. તે જ્યારે નોકરી કરતા હતા, ત્યારે તેને વિચાર આવતો કે હું ક્યાં સુધી નોકરી કરીશ? તેને એક પોતાનો બિઝનેસ કરવાની ઈચ્છા હતી. તેથી તેણે પોતાનો બિઝનેસ ચાલુ કરવાનો નિર્ણય કર્યો.જ્યારે પૂજાબહેને નોકરી છોડી ત્યારે ઘણા લોકો તેને કહેતા હતા કે, નોકરી છોડીને તું પાણીપુરીનો બિઝનેસ ના કરવો જોઈએ.

પોતાની અંતરાત્મા ને સાંભળી અને પૂજાબહેને લોકોનું ન સાંભળતા પોતાના દિલની વાત સાંભળી અને પાણીપુરીની લારી શરૂ કરી. પોતાના દ્રઢ નિર્ણયથી પૂજા બહેનને આજે સફળતા મળી છે.હાલ પૂજાબહેન અઠવાડિયાના સાતેય દિવસ કામ કરે છે. અમદાવાદના લોકોને પૂજા બહેનની પાણીપુરી ખૂબ જ પસંદ આવવા લાગી. જો કોઈ કારણસર પૂજા બહેન લારી પર ન આવે તો લોકો ફોન કરીને તેમને બોલાવે છે.

આજે પૂજાબહેન પાણીપુરી વેચીને ખૂબ કામની કરી રહ્યા છે. પૂજા બહેને સાબિત કરી બતાવ્યું કે, દ્રઢ નિર્ણયથી એક દિવસ સફળતા મળે જ છે. પોતાના દિલની વાત સાંભળીને પૂજા બહેને સફળતા મેળવી. પૂજા બહેને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.ખરેખર પૂજા બહેન તો હજુ આ નાની શરૂઆત કરી છે અને એક બીજ રોપવાનાં આવે ત્યારે જ તેમાંથી વટવૃક્ષ બને.આખરે ખરેખર સરહાનિય કાર્ય છે. દરેક સ્ત્રીઓ એ પ્રેરણા લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!