અમદાવાદમાં પરણીત યુવતીનું શંકાસ્પદ રીતે મૌત ! પિતા દડદડ આંસુએ રડી પડ્યા, ‘તમારી દીકરી બીમાર…જાણો આ પુરી ઘટના
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો આપણી સામે અનેક એવા અચંબિત કરી દેતી ઘટનાઓ સામે આવતી જ રહેતી હોય છે એવામાં અમદાવાદ જિલ્લામાંથી આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક વિવાહિત યુવતીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, હવે આ હત્યા છે કે આત્મહત્યા કે કોઈ આકસ્મિક બનાવને લીધે જીવ ગયો તે અંગે કોઈ પણ જાતના ખુલાસા થયા નથી. આ ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી દીધો હતો, તો ચાલો આ પુરી ઘટના વિશે તમને જણાવી દઈએ.
રાજસ્થાનના આબુ રોડ પર રહેતા જ્યંતીલાલ અચલારામ સુથારે પોતાની દીકરી પાયલના લગ્ન રાજસ્થાનના પાલીમાં રહેતા કરણ મદનલાલ સુથાર સાથે કરાવ્યા હતા, શરૂઆતમાં કરણ્ રાજસ્થાનમાં જ રહેતો હતો પણ થોડાક સમય બાદ તે પોતાના પરિવારજનો સાથે અમદવાદના ચાંદખેડાની અંદર રહેવા માટે આવી ગયો હતો, એવામાં અચાનક જ એક વખત પાયલના પિતા એટલે કે જ્યંતિલાલને ફોન આવે છે અને તેઓને જણાવામાં આવે છે કે તમારી દીકરી બીમાર છે જે બાદ પાયલની સીધી લાશ જ જોવા મળી હતી.
એવામાં આવી ઘટના ઘટતા જ્યંતિલાલ તથા તેમના પરિવારજનોમાં દુઃખના આભ ફાટી પડયા હતા કારણ કે ઘડીકવારમાં દીકરીનું મૌત થઇ જશે તે અંગે તેઓને શું ખબર હતી, એવામાં આ ઘટનાને લઈને મૃતક પાયલના પિતા જ્યંતિલાલે પાયલના સાસરીઆ વિરુદ્ધ કેસ દર્જ કરાવ્યો હતો એટલું જ નહીં પાયલના પતિ કરણ તથા તેમના પરિવારજનો પર અનેક એવા આરોપ પણ લગાવ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસે સંપૂર્ણ ફરિયાદ દખલ કરી હતી અને તપાસ હાથ ધરી હતી જેમાં તેઓના હાથે એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યો હતો જેમાં પતિ કરણ તેની મૃત પત્નીને કારમાં બેસાડવા જઈ રહ્યો હતો.
મૃતક પાયલના પિતા જ્યંતિલાલે કરણ તથા તેમના પરિવારજનો વિરુદ્ધ આરોપ લગાવતા કહ્યું હતું કે પાયલ તેના સાસરિયા સાથે રહેતી હતી, વર્ષ 2020ની અંદર પાયલના લગ્ન થયા હતા જેના ત્રણ ચાર દિવસ બાદ તેના જેઠ અનિલના પણ લગ્ન થયા હતા એવામાં તેના જેઠની પત્નીનું કરિયાવર તથા પાયલના કરિયાવરણી સરખામણી કરીને અનેક વખત પાયલને મેણાં ટોણા મારવામાં આવતા હતા,આને લીધે પાયલ અનેક વખત પરેશાન રહેતી અને સતત માનિસક ત્રાસ અનુભવતી. આ તમામ વાતો તેણે પોતાના પિતા જ્યંતિલાલને પણ કરેલ પરંતુ દીકરી ગર્ભવતી હોવાને લીધે તેનું ઘર ન તૂટે તે માટે થઈને પિતા તેને વારંવાર સમજાવતા હતા.
એટલું જ નહીં જ્યંતિલાલે મોટો આરોપ લગાવતા એમ પણ કહ્યું હતું કે પાયલ ગર્ભવતી હોવા છતાં તેના સાસરિયા પક્ષના લોકોએ તેઓની પાસેથી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી, મૃતકના પિતાએ તો એક વખત એમ પણ જણાવ્યું હતું કે એક વખત તો આવી વાતો કરતા કરતા પાયલ રડી પડી હતી પરંતુ તેઓએ તેને સંભાળીને સમજાવી દીધી જે બાદ થોડાક દિવસ સારું ચાલ્યું પણ એક દિવસે અચાનક જ પાયલના પિતાને ફોન ગયો હતો કે તમારી દીકરી બીમાર છે તમે જોવા આવો એવામાં ત્યાં જ તે તેમની બીજી દીકરીનો ફોન આવે છે કે પાયલનું નિઃદન થઇ ગયું છે અને તેને રાજસ્થાન લાવવામાં એ રહી છે.
આટલું સાંભળતાની સાથે જ પિતા તૂટી પડયા હતા અને હૈયાફાન્ટ રુદન કર્યું હતું,એવામાં દીકરીનો મૃતદેહ રાજસ્થાન આવતા પરિવારજનોની હાજરીમાં દીકરીનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો,એવામાં મૃતક પાયલના પરિવારજનો જયારે પાયલની અંતિમ વિધિ કરી રહ્યા હતા ત્યારે તેના ગળાના ભાગમાં નિશાનો જોવા મળ્યા હોવાની વાત પોલીસને જણાવામાં આવી હતી.એવામાં પોલીસ આ ઘટના અંગે તપાસ કરતા સીસીટીવી વિડીયો પણ મળી આવ્યો હતો જેમાં પતિ પાયલને કારમાં બેસાડવા જઈ રહ્યો હોય તેવું દેખાય રહ્યું છે.
આ ઘટના અંગે પોલીસે પાયલના સાસરિયા પક્ષ વિરુદ્ધ ગુનો દાખલ કરીને દહેજ તથા અન્ય કલમો લગાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પાયલનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે પણ શોધ તપાસ કરી રહી છે.આ ઘટનામાં મૃતક પાયલના પિતાનો આક્ષેપ છે કે તેઓની દીકરીની હત્યા કરી નાખવામાં આવી છે.