Gujarat

અમદાવાદ આવો તો એક વખત જરૂરથી “પતંગ હોટેલ” ની મુલાકાત લેજો ! રીનોવેશન કરીને ફરી ખુલ્લી મુકવામાં આવી..જુઓ કેટલી આલીશાન છે

આપણા ગુજરાતી લોકો ખાણીપીણીના કેટલા બધા શોખીન આથી જ આપણે ત્યાં દરેક મોટા મોટા શહેરોની અંદર મોટી મોટી હોટેલ તથા રેસ્ટોરન્ટ આવેલ છે જ્યા ખુબ જ સરસ ભોજન આપણને પ્રાપ્ત થતું હોય છે અને હોટેલની સુંદરતા પણ એટલી જ વધારે હોય છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે અમદાવાદ શહેરની એવી હોટેલ વિશે જણાવાના છીએ જે ખુબ લોકપ્રિય તથા સૌને મનગમતી હોટેલ માનવામાં આવે છે.

આ હોટેલ બીજી કોઈ નહીં પરંતુ અમદવાદ શહેરની પતંગ હોટેલ છે જે છેલ્લા 40 વર્ષોથી અમદવાદની શાન બનીને રહી છે, એવામાં હાલ આ હોટેલ નવરંગ તથા નવારૂપમાં નિર્માણ કરીને ફરી વખત શરૂ કરવામાં આવી છે, આ હોટેલની અંદર તમને તમામ પ્રકારનું શાકાહારી તથા સ્વાદિષ્ટ ભોજન મળી રહે છે એવામાં હાલ નવા રૂપમાં નિર્માણ પામેલ આ હોટેલની રૂપરેખા રીનોવેશન બાદ ખુબ જ સારી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

આ હોટેલના ઇતિહાસ વિશે જો વાત કરવામાં આવે તો 1983 ની અંદર આ હોટેલનું નિર્માણ થયું હતું જે બાદ વર્ષ 2007 ની અંદર બૉલીવુડ જગતની પ્રખાત અભિનેત્રી એવી હેમામાલિની દ્વારા આ હોટેલનું ફરી એક વખત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, વર્ષ 2010,2011 ના વર્ષથી અહીંથી તુક્કલ ચડાવાના અનેક મોટા મોટા કીર્તિમાનો અહીં રચવામાં આવ્યા હતા જેની નોંધણી વર્લ્ડગિનીસ બુકના અનેક રેકોર્ડમાં પણ કરવામાં આવી ચૂકેલ છે.

અમદવાદ શહેરની આ અનોખી હોટેલની અંદર વિદેશ પ્રવાસીઓ, સેલિબ્રિટી તથા અનેક મેહમાનો મુલાકાત લેવા માટે આવે છે, સાબરમતીના તટ પર આવેલ આ અદભુત હોટેલ એટલી સુંદર લાગે છે કે દૂર દૂરથી લોકો અહીંની મુલાકાત લેવા માટે આવતા હોય છે અને ફોટો ખેંચાવતાં હોય છે તથા ખુબ જ સરસ ફૂડનો નજારો માણતા હોય છે.

આ હોટેલનું તમને સરનામા વિશે જો વાત કરવામાં આવે તો આ હોટેલ નહેરુ બ્રિજ રોડ,icic બેન્ક ATM નજીક આવેલ છે, જો તમે અમદાવાદ ખાતે આવો તો એક વખત જરૂરથી આ હોટેલની મુલાકાત લેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!