અમદાવાદ: એક યુવાનની ભુલ ના લીધે નવ પરીવાર નો માળો વિખાયો. એવા કરુણ દૃશ્યો કે જુઓ તસવીરો
અમદાવાદ શહેરમાં થયેલ અકસ્માતે સૌ કોઈને હૈયાને ધ્રુજાવી દીધું છે. આ બનાવમાં પગેલે ચારોતરફ ચકચાર મચી ગયો છે, જ્યારે અનેક પરિવારના ઘર આંગણે હૈયાં ફાટ રુદન ગુંજી રહ્યું છે. હાલમાં જ બોટાદ શહેરમાં ખૂબ જ દુઃખદાયી અને કરૂણદાયક દ્રશ્યો જોવા મળ્યા હતા.
દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, આ બનાવ બન્યો ત્યારે અનેક લોકો અકસ્માત સ્થળે હતા અને આ દરમીયાન જ બોટાદના ત્રણ યુવકો રોનક, અક્ષય અને કૃણાલ પણ અકસ્માત સ્થળે જ ઊભાં હતા. આ દરમિયાન જ જેગુઆર કાર આવી અને લોકોને એક જ ક્ષણમાં કચડી નાખ્યાં.
આ બનાવમાં બોટાદના ત્રણ યુવકો જેમાં 19 વર્ષિય રોનક રાજેશભાઈ વિહલપરા 20 વર્ષિય કૃણાલ નટુભાઈ કોડિયા. આ બંને મૃતકના પિતા માસિયાઇ ભાઇઓ થાય છે. જેથી રોનક અને કૃણાલ સંબંધી ભાઈઓ હતા અને જ્યારે તેમની સાથે 21 વર્ષિય અક્ષર અનિલભાઇ પટેલનું પણ મોત નિપજ્યું હતું.
આ બનાવમાં સૌથી દુઃખદ વાત એ છે કે મૃતક અક્ષર છેલ્લા ઘણા સમયથી બોટાદ જ હતો પણ હાલમાં કોલેજ શરૂ થતાં કોલેજની ફી ભરવા ગયો અને તેને કાળ આંબી ગયો. આ બનાવના પગેલે
ત્રણેય યુવકના મૃતદેહને વતન લઈ આવ્યા.
બોટાદમાં એમ્બ્યુલન્સમાંથી કૃણાલ અને અક્ષરના મૃતદેહને બહાર કાઢ્યા ત્યારે ચારોતરફ હૈયાફાટ રુદન ગુંજી ઉઠ્યું હતું.અકસ્માતમાં મોતને ભેટેલા કૃણાલ અને તેના મિત્ર અક્ષરના અંતિમસંસ્કાર બોટાદ ખાતે કરવામાં આવ્યા હતા. જ્યારે કૃણાલના સંબંધી ભાઇ રોનકના અંતિમસંસ્કાર તેમના ગામ ચાચકા ખાતે કરવામાં આવ્યા હતા. ખરેખર ઘટના ખૂબ જ દુઃખદાયી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.