અમદાવાદ જાવ તો આ જગ્યાનો વઘારેલો રોટલો ખાવાનું નહીં ભૂલતા !! એકદમ કાઠિયાવાડી જ ટેસ્ટ આપશે..જાણો ક્યાં આવેલ છે આ દુકાન
મિત્રો હાલ શિયાળો ચાલી રહ્યો છે એવામાં તમને ખબર જ હશે કે લોકો ગરમ ખોરાક ખાવા માટે તથા ગરમ પીણા પીયને પોતાના શરીરને ગરમ રાખતા હોય છે, એવામાં તમને ખબર જ હશે કે એક સમય હતો અને હજી કાઠિયાવાડના અનેક ઘરોમાં હજી એક એવી વાનગી બની રહી છે જેને વર્ષો થઇ ગયા પરંતુ હજી તે વાનગી એવીને એવી જ છે. આ વાનગી બીજી કોઈ નહીં પરંતુ વઘારેલો રોટલો છે.
હા મિત્રો વઘારેલો રોટલો એક એવી વાનગી છે જે વર્ષોથી કાઠિયાવાડમાં બનતી આવી છે, વધેલ રોટલાના ફેંકી નથી દેવામાં આવતો એને સાચવી રાખવામાં આવે છે અને ત્યાર બાદ તેના કટકા કરી કરીને તેના પર છાશ તથા બીજો મસાલો નાખીને વઘાર કરવામાં આવે છે ત્યારે વઘારેલો આ સ્વાદિષ્ટ રોટલો તૈયાર થાય છે જેનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે સૌ કોઈ આંગળા જ ચાટતા રહી જાય છે.
એવામાં અમે અમદાવાદ શહેરમાં આવા જ એક પ્રખ્યાત વઘારેલો રોટલો બનાવતી દુકાન વિષે જણાવાના છીએ જ્યાનો વઘારેલો રોટલો ખાવા માટે રોજ ભારે ભીડ જામે છે.આ દુકાન અમદાવાદની બીજી કોઈ નહીં પરણતી GUJARATI THEPLA.COM ને ત્યાં મળે છે, અહીંનો વઘારેલો રોટલો જોતા જ સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે.
કહેવાઆ આવે છે કે અહીંનો વઘારેલો રોટલો શિયાળામાં સૌથી વધારે ખાવામાં આવે છે અને અહીંના લોકોને પણ ખુબ પસંદ આવે છે, અહીં આ વઘારેલ રોટલાનો સ્વાદ માણતા લોકોનો પણ સારો રીવ્યુ હોય છે તો જો મિત્રો તમે અમદાવાદ શહેરમાં રહેતા હોવ કે ક્યારેક અમદાવાદ જાવાનું થાય તો આ દુકાને જરૂરથી જજો. જેનું સરનામું નીચે પ્રમાણે છે.
સરનામુ : gujarati thepla.com, નિકોલ રિંગ રોડ, અમદાવાદ