અમદાવાદમાં સામાન્ય બોલાચાલી બની લોહિયાળ ! બેહરામપુરામાં બે ભાઈઓએ મળીને યુવકનું ઢીમ ઢાળી દીધું, કારણ જાણી ચોંકશો…
વર્તમાન સમયની અંદર જો વાત કરવામાં આવે તો હાલના સમયમાં અનેક એવા હત્યાના બનાવો સામે આવી રહ્યા છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગતો હોય છે, ધીરે ધીરે ગુજરાત રાજ્યમાં હત્યાના આવા બનાવો વધતા જ જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા થોડાક સમયથી રાજ્યના અનેક એવા મોટા જિલ્લામાંથી હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, એવામાં અમદાવાદ શહેરમાંથી હત્યાની એક ખુબ જ કરુણ ઘટના સામે આવી છે જેમાં એક સામાન્ય બોલાચાલી લોહિયાળ બની હતી.
તમને જણાવી દઈએ કે અમદવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાંથી હત્યાની આ ઘટના બની હતી, આ ઘટના અંગે ફરિયાદ કરનારનું નામ વિશાલ પરમાર હતું, વિશાલ પરમાર પોતાના પરિવાર સાથે રહેતો હતો અને મજૂરી કરીને પોતાના પરિવારનું પેટ પાળતો હતો, તેના પરિવારની અંદર તેને ત્રણ ભાઈઓ છે જેમાં સૌથી મોટો હિમાંશુ એના બાદનો આ ફરિયાદી તથા અન્ય ભાઈ ધર્મેશ સાથે રહેતો હતો.
એવામાં 30 ઓસ્ટના રોજ જયારે વિશાળ પરમાર પોતાના મિત્ર સાથે શાઆલમ વિસ્તારમાં હતો ત્યારે રાત્રે 10 વાગ્યા નજીક જ કિશનનો ફોન આવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે હિમાંશુની 31 ડિસેમ્બરના રોજ ધર્મેશ ચુનાર તથા મહેન્દ્ર ચુનાર સાથે ઝગડો થયો હતો તે જ લોકો હાલ ઘરની બહાર હિમાંશુ સાથે ઝગડો કરી રહ્યા છે તેવું જણાવ્યું હતું,જે બાદ ફરિયાદ વિશાલ પરમાર ઘરે ગયો અને સવા 10 આજુબાજુ તેઓ ઘરે પોંહચતા હિમાંશુ ત્યાં હાજર હતો અને ઝગડો ચાલી રહ્યો હતો.
આ ઝગડાનું કારણ પૂછતા સામેના પક્ષના લોકોએ કહ્યું હતું કે આની પહેલાના ઝગડાની દાઝ અને તારા ભાઈ પાસે સિગરેટના પૈસા માંગ્યા પરંતુ તેણે ન આપ્યા જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો, એવામાં આરોપીઓએ ધમકી પણ આપી હતી કે વચ્ચે કોઈ પણ પડશે તો તેને મારી દઈશું, એવામાં સાહિલએ આ મામલો પતાવા માટે આરોપીઓને સમજાવતા તેઓ વધારે ગુસ્સે થયા હતા અને ધર્મેશે ચુનારે વિશાલ તથા હિમાંશુને છરીના ઘા ઝીકી દઈને ત્યાંથી ફરાર થયા હતા.
એવામાં હિમાંશુને માથાના ભાગ તથા પેટના ભાગોમાં ભારે ઇજા તથા તેને તાત્કાલિક ઘટના સ્થળેથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ તથા પોલીસે ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી કરતા ધર્મેશ ચુનાર તથા મહેન્દ્ર ચુનાર વિરોધ ફરિયાદ નોંધીને બંનેની ધરપકડ કરી લીધી હતી