EntertainmentGujarat

અમેરિકા ઝૂમી ઉઠ્યું કીર્તિદાન ગઢવીના સ્વરે, નવરાત્રી પહેલા જ આવી ગરબાની રમઝટ બોલાવી દીધી….જુઓ તસવીરો

ગુજરાતમાં આતુરતા પૂર્વક નવરાત્રીની રાહ જોવાઇ રહી છે, ત્યારે વિદેશમાં અનેક ગુજરાત કલાકારો ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. આપણે જાણીએ છે કે દર વર્ષે વિદેશમાં ગુજરાતીઓ નવરાત્રીનું આયોજન કરે છે અને આ નવરાત્રીમાં અનેક ગુજરાતના લોકપ્રિય કલાકારો ગરબાની ધૂમ મચાવે છે.

હાલમાં ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પણ અમેરિકામાં ધૂમ મચાવી રહ્યા છે, ત્યારે હાલમાં જ તેમને સોશિયલ મીડિયા પર તસવીરો અપલોડ કરી છે , આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અમેરિકાના એટલાન્ટામાં કેવી ધૂમ મચાવી છે. ખરેખર આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

એક તરફ ગુજરાતીઓ ગરબાની રમવા માટે આતુર બેઠા છે, ત્યારે વિદેશમાં વસતા ગુજરાતીઓ નવરાત્રી પહેલા જ ઉત્સાહ અને હોંશભેર સાથે ઝૂમી રહ્યા છે. હાલમાં અનેક દેશોમાં ગીતાબેન રબારી, કિંજલ દવે, કીર્તિદાન ગઢવી અને આદિત્ય ગઢવી સહિત અનેક લોકપ્રિય કલાકારો હાલમાં વિદેશની ધરતી પર ગરબા અને ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી રહ્યા છે.

કહેવાય છે ને કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આ કહેવત અમસ્તા જ નથી પડી કારણ કે વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓએ પોતાના હદયમાં એક ગુજરાત લઈને વસ્યા છે અને ગુજરાતીપણાના લીધે વિદેશની ધરતી પર ગુજરાતને જીવંત રાખ્યું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!