EntertainmentGujarat

2 દાયકા પેહલા કચ્છના આહીર યુવાન સાથે બંધાયેલ મિત્રતા નિભાવા આમિર ખાન પોહચ્યાં કચ્છ !! બેસણામાં આપી હાજરી..જુઓ તસ્વીર

મિત્રતા એક એવી વસ્તુ છે જેને નિભાવા વાળા હોય છે તે અંતિમ શ્વાસ સુધી નિભાવી જતા હોય છે એટલું જ નહીં મિત્રતાના બીજા અનેક એવા કિસ્સાઓ પણ તમે સાંભળ્યા જ હશે કે જેમાં મિત્ર પોતાના મિત્રને મૌતના મુખમાંથી પાછો ખેંચી લાવ્યો હોય, એવામાં હાલ આમિર ખાનની ખુબ ચર્ચા થઇ રહી છે કારણ કે લગાન ફિલ્મ વખતે તેઓની કચ્છમાં શૂટિંગ દરમિયાન એક યુવક સાથે મિત્રતા થઇ હતી જે મિત્રનું નિધન થતા આમિર ખાન કચ્છ ખાતે બેસણામાં આવ્યા હતા.

તમને ખબર જ હશે કે લગાન ફિલ્મે સિનેમાઘરોમાં કેટલી બધી પસંદ કરવામાં આવી હતી, આ ફિલ્મ આખા ભારતીય સિનેમામાં સુપર હિટ રહી હતી અને લોકોને તો ખુબ જ વધારે પસંદ આવી હતી, આ ફિલ્મ બનાવામાં ફિલ્મના અભિનેતા તથા અભિનેત્રીઓ તથા ફિલ્મો સેટ તથા ડાયરેક્ટરની ટીમને લીધે આટલી સફળતાની દીવાલોને ઓળંગી શકી હતી.

23 વર્ષો પેહલા એટલે 2001 ની અંદર જયારે લગાન ફિલ્મનું કચ્છની અંદર શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે કોટાય ગામના આહીર યુવક મહાવીરભાઈ ચાડ સાથે આમિર ખાનની મિત્રતાનો સબંધ બંધાયો હતા એવામાં બનાસકાંઠાની અંદર મહાહિર ધનજી ચળનું 18 જાન્યુઆરીના રોજ અકસ્માત તથા તેમનું 38 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું, એવામાં તેમના બેસણામાં હાજરી આપવા માટે આમિર ખાન પોતાના પ્રાઇવેટ જેટમાં આવ્યા હતા અને પરિવારની મુલાકાત કરી હતી.

ભુજની અંદર આમિર ખાન પોતાના જેટમાં લેન્ડ થયા હતા અને બાદમાં મૃતક મિત્ર મહાવીર ધનજી ચાડના બેસણમાં હાજર રહીને તેઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી અને પરિવારની પણ મુલાકાત કરી હતી, આમ આમિર ખાને પોતાના બે દાયકા પહેલાના મિત્રતાના સંબંધને નિભાવા માટે કચ્છ પોહચ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!