લિંગ પરિવર્તન કરાવી અમિતા પટેલ માથી આદિત્ય પટેલ બની આ ભજન ગાયોકા ! આ કારણે લીધો નિર્ણય..
હાલ નો સમય ટેક્નોલૉજી અને આધુનિક યુગ છે એમા પણ તબીબ ક્ષેત્ર મા છેલ્લા 10 વર્ષ મા ઘણી બધી નવિનતા જોવા મળી છે જેના કારણે મોટી મોટી સર્જરી આસાન બની છે ત્યારે આજે આપણે એવા જ એક કિસ્સા ની વાત કરીશુ જેમા જાણીતા કલાકારે લિંગ પરિવર્તન કરાવી ને યુવતી માથી યુવક બની ગયા અને આજે એક યુવક જેવું જીવન જીવી રહયા છે. તો આવો જાણીએ વિગતવાર…
ગુજરાત ના સંગીત જગત મા અનેક નાનામોટા કલાકાર છે. જેમા ના આજે એક કલાકાર છે જેનું નામ આદિત્ય પટેલ.. આદિત્ય પટેલે અંદાજિત બે વર્ષ અગાવ અમીતા પટેલ હતા. તેવો એ તબીબી શસ્ત્રક્રિયા દ્વારા પોતાનું લિંગ પરિવર્તન કરાવી પુરુષ બની આદિત્ય નામ ધારણ કર્યુ છે. કુદરતી રીતે રહેલી શરીરની આંતરિક રચનાને બાહ્ય સ્વરૂપ આપી નીડરતાથી સામે આવનાર અમિતા અનેક લોકો માટે ઉદાહરણ રૂપ બની છે.
અમિતા પટેલ નો જન્મ બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે તા. 31 જાન્યુઆરી 1994ના રોજ સવજીભાઇ રફાળીયા ઘરે થયો હતો. અમિતા એક સામાન્ય યુવતી ની જેમ જ યુવાની સુધી જીવન જીવતી હતી. જ્યારે તેણે પોતાની કોલેજકાળ દરમ્યાન દીકરીના સ્વરૂપે દીકરો હોવાનું બિરુદ પણ મેળવ્યું હતું. તેવો ને સાથે સાથે ગાવા નો અને ભજન નો શોખ હોવાથી ઘણી નાણના પણ મેળવી લીધી હતી.
જો કે પરંતુ પોતાની યુવાનીમાં પહોંચતા અમિતાને પોતાની આંતરિક શરીર રચનાને લીધે અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા જણાયા. હોર્મોન્સના બદલાવ બાબતે તેણે સૌ પ્રથમ પોતાના પરિવાર સાથે ખુલ્લા મને ચર્ચા કરી હતી અને પરિવાર તરફથી સંપૂર્ણ હૂંફ અને સહકાર મળતા અમિતાએ નિર્ભયતાપૂર્વક કુદરત તરફથી મળેલી તેને આંતરિક શરીર રચનાને બાહ્ય સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો હતો.આ બાબતે તેણે દિલ્હી ખાતે હોસ્પિટલમાં લિંગ પરિવર્તનની શસ્ત્રક્રિયા કરાવી હતી. આ પછીથી પોતાને પુરુષ તરીકે સ્થાપિત કરવાની તમામ કાયદાકીય પ્રક્રિયાને અંતે હવે આદિત્ય સવજીભાઈ રફાળીયા નામ ધારણ કરેલ છે.
આદિત્ય હવે એવો લોકો માટે પ્રેરણારુપ છે જેવો સમાજમાં અનેક લોકો પોતાના આંતરિક અને બાહ્ય અલગ પ્રકારની શરીર રચનાને કારણે મુશ્કેલી અનુભવતા હોય છે. જ્યારે આદિત્ય એ પોતાના આધાર કાર્ડ મા પુરુષ તરકે ફેરફાર કરાવ્યા છે.