અમરેલીના રોજ પર લટાર મારતા જોવા મળ્યા વનરાજા ! લોકો વિડીઓ બનાવ્યો, જુવો વિડીઓ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સિંહના અવારનવાર વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. ખરેખર આ વાત કોઇ સામાન્ય નથી. હાલમાંઅમરેલીના રોજ પર લટાર મારતા જોવા મળ્યા વનરાજા ! ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે. તમને જાણીને આશ્ચય થશે કારણ કે અત્યાર સુધી તમે સિંહને લટાર મારતા જ જોયા હશે.
હાલમાં જ સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમરેલીના ધારીના તુલશીશ્યામ રોડ પર બે સિંહો અચાનક રોડ પર આવી ગયા હતા. જેના કારણે અહીં લાંબા સમય સુધી ટ્રાફિક જામ થયો હતો. આ દરમિયાન સિંહો રોડ પર ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. સિંહનો આ વીડિયો ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ બનાવ્યો છે.
આવા દ્ર્શ્ય તમે ભાગ્યે જ જોયા હશે તેમજ તમે જોશો કે, બે સિંહો એકબીજા સાથે રમી રહ્યા છે. ક્યારેક રસ્તા પર પડેલા. તો ક્યારેક તેઓ ગાડીઓ તરફ આવતા જોવા મળે છે. આ પછી બંને પાછા જંગલની અંદર જાય છે. વાસ્તવમાં આ વિસ્તાર જંગલનો છે અને અહીં લગભગ 70 સિંહો રહે છે. સિંહોનું આ રીતે રસ્તા પર આવવું સામાન્ય બાબત છે.
આપણે જાણીએ છે કે, શિયાળામાં સિંહો ઘણીવાર તડકાના કારણે રસ્તા પર આવી જાય છે. જેના કારણે અહીં અવારનવાર ટ્રાફિક જામ થઈ જાય છે.આ પહેલા જૂનાગઢમાંથી સિંહોનો વધુ એક વીડિયો પણ જોવા મળ્યો હતો, જેમાં એક સાથે બે સિંહો બળદનો શિકાર કરી શક્યા ન હતા. ઊલટું, બળદે સિંહોને પૂંછડી દબાવીને ભાગી જવાની મજબૂર કર્યા હતા. સિંહ હુમલો કરે તે પહેલા બળદ સાવધાન થઈ ગયો. તેણે વળતો હુમલો કરવાની તૈયારી પણ કરી. ડર્યા વિના, તે બંને સિંહોની સામે મક્કમતાથી ઉભો રહ્યો અને સિંહોને પાછા જવા મજૂર કર્યા હતા.