ગુજરાત કલાજગત પર દુઃખનું આભ ફાટી પડ્યું, આ દિગ્ગજ કલાકારનું કેનેડામાં થયું દુઃખદ નિધન…
હાલાં જ સાહિત્ય જગતમાં એક દુઃખદ બનાવ બન્યો છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ફિલમની ચિલમ’ અને ‘ફિલ્લમ ફિલ્લમ’ના નામેં કોલમ લખનાર વરિષ્ઠ કટાર લેખક-ફિલ્મ પત્રકાર સલિલ દલાલનું દુઃખદ નિધન થયું છે.તેમના નિધનના કારણે વાચકોમાં ભારે શોક છવાઈ ગયો છે. જાણવા મળ્યું હતું કે, સલિલ દલાલ લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા.
સલિલ લાંબા સમય સુધી ‘દિવ્ય ભાસ્કર’ અખબારમાં કોલમિસ્ટ રહ્યા હતા. હાલ તેઓ પોતાના પુત્ર સાથે વર્ષોથી કેનેડાના ટોરોન્ટોમાં રહેતા હતા અને ત્યાં જ તેઓનું અવસાન થયું છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ‘સલિલભાઈ’તરીકે ખ્યાતનામ બનેલ દલાલનું સાચું નામ હસમુખ ઠક્કર હતું. હતુંસલિલભાઇ નાયબ મામલતદારથી લઇને મનોરંજન કર કમિશનર સુધીના ગુજરાત સરકારના અનેક ગૌરવવંતા હોદ્દા પર સેવા આપી છે.
‘સલિલ દલાલ’ તેઓનું પેન નેમ તરીકે અપનાવ્યું હતું અને એ નામ તેઓની આજીવન ઓળખ બની રહ્યું તેમને 1960થી 1975ના દોઢ દાયકામાં સર્જાયેલા હિન્દી ફિલ્મી ગીત-સંગીતની કથા આલેખી છે. ખરેખર અનેક લોકોને સાહિત્ય પીરસનાર લેખકે આ દુનિયામાંથી અણધારી વિદાય લેતા તેમના વાચકોમાં ભારે શોક છવાઈ ગયો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.