ગુજરાતની દહય કંપાવી દે તેવી ઘટના ! પહેલા પત્ની ને સળગાવી અને પછી પોતે પણ સળગી ગયો !…
ગુજરાત માં વારંવાર આત્મહત્યા ના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. ક્યારેક નાની નાની વાતો માં પણ આત્મહત્યા કરી બેસે છે. આત્મહત્યા ના લીધે તેના પરિવાર ને ઘણું ભોગવાનો વારો આવે છે. એવી જ એક ઘટના તાપી જિલ્લા ની સામે આવી છે. ઘટના સાંભળી ને તમામ ના રુંવાટા ઉભા થઈ જાય એવી ઘટના છે. તાપી જિલ્લા માં રહેતા એક પતિ એ તેની પત્ની ને મારી ને પોતે પણ બાદ માં આત્મહત્યા કરી લીધી હતી.
વાલોડ તાલુકામાં પંચાયત ની કચેરીમાં કામ કરતી મનરેગા વિભાગ ની કર્મચારી મહિલા ઓપરેટર કે જેના પતિ તેના પર કોઈ પદાર્થ નાખી તેના શરીર પર આંગ ચાંપી દીધી હતી. વાલોડ તાલુકા ના પંચાયત વિભાગ માં કામ કરતી મહિલા નું નામ મયૂરિકા અનિલ પટેલ ઉમર વર્ષ 40 કે જે વ્યારા ના ચાંપાવાડી માં રહેતા હતા. જે મંગળવારે પોતાની ઓફિસ માં કામ કરી રહ્યા હતા તે દરમિયાન તેના પતિ અનિલ પટેલ તેની પત્ની ની ઑફિસે આવીને તેની પત્ની મયૂરિકા પટેલ પર કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટ્યા બાદ સળગાવી દીધા હતા.
અને બાદ માં મયૂરિકા ના પતિ એ પણ પોતાના શરીર પર આગ લગાડી પોતે પણ સળગી ગયા હતા. અને સળગતી હાલત માં બહાર આવ્યા હતા. ત્યાં કામ કરતા સહકર્મચારીઓ એ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ અનિલ પટૅલ સળગતી હાલત માં વચ્ચે આવી જતા મદદ થઈ શકી ન હતી. છતાં પણ સહ કર્મચારીઓ એ અગ્નિ શામક વડે આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો.
તેના પુત્ર મનન ને આ વાત ની જાણ થતા તે ત્યાં આવી પહોંચ્યો હતો. જે તેના માતા-પિતા ને જોઈ ને ભેભાન થઇ ગયો હતો. તેને તાત્કાલિક ધોરણે વાલોડ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. મનન પટેલે હાલમાં જ 12 માં ધોરણ ની પરીક્ષા આપી છે. વધુ માં જાણવા મળ્યું કે બન્ને પતિ પત્ની વચ્ચે અનબન હોય બન્ને અલગ અલગ રહેતા હતા.પતિ અનિલ પટેલ ઉરછલ ની ગવાણ ની પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.