કોમી એકતા ની મીસાલ ! બે હિન્દુ બહેનો એ ઈદગાહ માટે દાન કરી 1.5 કરોડ ની જમીન , જાણો ક્યા ની ઘટના
ભારત માં કોમી એકતાના કિસ્સાઓ અવારનવાર સામેં આવતા જ હોય છે. લોકો એકબીજા ના ધર્મ નો આદર કરતા હોય છે. એકબીજા ના ધાર્મિક તહેવારો ની ઉજવણી માં અન્ય સમુદાય ના લોકો પણ તેમાં સામેલ થતા હોય છે અને એક કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડે છે. એવો જ એક કિસ્સો કોમી એકતા નો સામે આવ્યો છે.
હાલ દિલ્હી અને મેરઠ માં રહતા બે બહેનો દ્વારા એક સુંદર ઉદાહરણ પૂરું પાડીને કોમી એકતા દેખાડી છે. આ કિસ્સો ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લાના નાના શહેર કાશીપુર નો છે. આ બંને બહેનો ના પિતા ના મૃત્યુ પહેલા, તેમના પિતા બ્રજનંદન પ્રસાદ રસ્તોગીએ તેમના નજીકના સંબંધીઓને કહ્યું હતું કે તેઓ નજીકની ઇદગાહના વિસ્તરણ માટે તેમની ચાર વીઘા ખેતીની જમીન દાનમાં આપવા માંગે છે.
પણ તે તેની ઈચ્છા બાળકો ને કહે તે પહેલા જ તેમનું મૃત્યુ જનયુઆરી 2003 માં થયું હતું. અત્યારે તેના સંબંધીઓ દ્વારા તેમની બને પુત્રીઓ ને આ વાત જણાવી હતી. અને બન્ને બહેનો સરોજ અને અનિતા તરત જ પિતા ની અંતિમ ઈચ્છા પુરી કરવા આગળ આવી. બાદ માં બન્ને બહેનો એ આ વાત તેમના ભાઈ રાકેશ ને જણાવી તેમનો ભાઈ રાકેશ પણ આ વાત નો સ્વીકાર કર્યો અને 4 વીઘા જમીન ઇદગાહ માટે દાન માં દેવા રાજી થઈ ગયો.
ઇદગાહ કમિટીના હસીન ખાને કહ્યું, “બંને બહેનો સાંપ્રદાયિક એકતાના જીવંત ઉદાહરણ છે. ઈદગાહ કમિટી તેમની ઉદારતા બદલ તેમનો આભાર વ્યક્ત કરે છે. બન્ને બહેનો એ ખુબ જ સુંદર કામ કર્યું હતું. બન્ને દીકરી અને ભાઈ એ તમામ માટે એક ઉદાહરણ પૂરું પડ્યું હતું. પુત્ર એ કહ્યું કે તેમની બહેનો એ પોતાના પિતા ની ઈચ્છા પુરી કરી જેથી તમના પિતા ની આત્મા ને શાંતિ મળી રહે.