Gujarat

ગિરનાર પર્વતના સંરક્ષણ માટે લેવાયો મહત્વનો નિર્ણય! શ્રદ્ધાળુઓ હવે આ વસ્તુ સાથે નહિ લઈ જઇ શકે, જાણો વિગતે

ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલો ગિરનાર પર્વત એક પ્રખ્યાત ધાર્મિક અને પર્યટન સ્થળ છે. દર વર્ષે લાખો ભક્તો અને પર્યટકો ગિરનારના દર્શનાર્થે આવે છે સાથોસાથ પ્રકુતિનો આનંદ માણે છે. જો કે, ગિરનાર પર પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ પડતો થતો હતો, જેના કારણે પર્યાવરણને નુકસાન થતું હતું.

આ સમસ્યાને દૂર કરવા માટે, જૂનાગઢના વહીવટતંત્ર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.આ નિર્ણયને અમલમાં મૂકવા માટે, જૂનાગઢ વહીવટતંત્ર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ગિરનાર પર્વત પર 600 થી વધુ કેરબાનું વિતરણ કર્યું છે.

આ કેરબામાં પાણી લઈ જવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. આનાથી પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ઘટશે અને પ્લાસ્ટિક કચરો ઠલવાતા અટકશે.
આ નિર્ણયને ગિરનાર પર્વતના પર્યાવરણ માટે એક વંદનીય પગલું ગણવામાં આવી રહ્યું છે. આ નિર્ણયને લીધે ગિરનાર પર્વત વધુ સુંદર અને સ્વચ્છ બનશે.

ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક પ્રતિબં કરવામાં આવવાથી પર્યાવરણનું સંરક્ષણ થશે અને પ્લાસ્ટિક કચરો ઘટશે અને ગિરનાર પર્વતની સુંદરતા જાળવી રાખી શકશે.

ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક પ્રતિબંધને સફળ બનાવવા માટે શ્રદ્ધાળુઓ અને પર્યટકોની પણ ફરજ છે. તેઓએ ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક લઈ જવાનું ટાળવું જોઈએ અને પાણી માટે કેરબા અથવા સ્ટીલની બોટલનો ઉપયોગ કરવો જોઈએ.આપણે બધાએ એકસાથે મળીને ગિરનાર પર્વતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!