Gujarat

સુરત નો રડાવી દે તેવો બનાવ ! દંપતિ એ સાથે આપઘાત કર્યો અને સ્યૂસાઇડ નોટ મા એવી હકીકત જણાવી કે પુત્ર નું 38 લાખ…

હાલમાં દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં એક રડાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, સુરત શહેરમાં પતિ એ સાથે આપઘાત કર્યો અને સ્યૂસાઇડ નોટ મા એવી હકીકત જણાવી કે આ જાણીને તમારું હૈયું કંપી જશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે દરેક માતા-પિતા [પોતાના સંતાનોની સારી પરવરીશ કરે છે અને તે પોતાન પગભેર થઇ શકે ત્યાં સુધી દરેક મદદ કરે છે પરંતુ સંતાનો પોતાના માતા-પિતાનું ઋણ ભૂલી જાય છે.

હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે, સુરતના સરથાણા વિસ્તારના ચુનીભાઈ ભગવાન ગેડિયા તેમનાં પત્ની મુક્તાબેન તથા સંતાનો સહિતના પરિવાર સાથે રહેતા હતા અને ચુનીભાઈ નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા, તેમના બે સંતાનોમાં સંજય સાડી મોડલિંગનું કામ કરતો હતો, જ્યારે અન્ય પુત્ર પીપૂષ કેનેડામાં રહેતો હતો. બે દીકરાઓ હોવા છતાં પણ બંને દંપતીએ પોતાના જ ઘરે રૂમમાં છતના પંખા સાથે દોરી બાંધી જીવન ટૂંકાવી લીધું.

કોઈને પણ વિચાર આવે કે,નિવૃત જીવન અને બે દીકરાઓ હોવા છતાં પણ માં -બાપને આવું પગલું શા માટે ભરવું પડ્યું? પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર મૃતકોએ આત્મહત્યા કરતા પહેલા જ 5-7 પાનાંની સુસાઈડ નોટ લખી હતી.આ બનાવમાં ચોંકાવનાર વાત એ સામે આવી છે કે, પુત્ર માતા પિતાથી અલગ રહેતો હતો અને તેમની પુત્રવધુનું વર્તન સારી ન હતું, તેમના દીકરા પીયૂષને 38 લાખ રૂપિયા જેટલું દેવું થઈ ગયું હતું,જે માતા – પિતાએ દાગીના વેચીને ચૂકતે કર્યું.

પીયૂષને કેનેડા મોકલી વ્યવસાય કરવા માટેની તક આપી હતી. જોકે પીયૂષ કેનેડા ગયો ત્યાર બાદ માતા-પિતાને ભૂલી ગયો હતો. ફક્ત એટલું જ નહીં, માતા-પિતા સાથે સંબંધ પણ કાપી નાખ્યો હતો અને દુઃખદ વાત એ કે બને સુરત આવ્યા હોવા છતાં મળવા ન આવ્યો અને પુત્રવધુનું ગેરવર્તન પણ તેમના માટે પીડાદાયક બન્યું હતું જેથી પુત્રના વિરહના કારણે આત્મહત્યાનું પગલું ભર્યું. સુસાઈડ નોટમાં સાથે રહેતા પુત્ર અને પુત્રવધુનો આભાર વ્યક્ત કર્યો અને ઉત્તરક્રિયામાં ખર્ચ ન કરવા ભલામણ કરી હતી, આ બનાવની જાણ થતા જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!