બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે એવો હુકમ કર્યો કે બુટલેગરો મા ફટફડાટ વ્યાપી ગયો…જાણો વિગતે…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાત ભરમાં દારૂ અંગે અનેક પ્રકારના બનાવો બની રહ્યા છે. છેલ્લા બે મહીનાથી અનેક કુખ્યાત બુટેગરો પણ ઝડપાયા છે. ખાસ કરીને જ્યારથી લઠ્ઠાકાંડ થયો છે, ત્યારથી પોલીસ અને સ્ટેટ મોનીટરીંગ ટીમ વધુ કડક બની છે. હાલમાં જ બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે એવો હુકમ કર્યો કે બુટલેગરો મા ફટફડાટ વ્યાપી ગયો. આ જાણીને તમે પણ ચોંકી જશો.
હાલમાં જ જાણવા મળ્યું છે કે, બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે 6 બુટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલવાનો હુકમ કર્યો છે. જેને લઈ બૂટલેગરોમાં ફફડાટ મચી ગયો છે.
આ હુકમ વિશે જાણીએ તો, આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાય તેમજ અસામાજિક પ્રવૃત્તિને ડામવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે વધુ વિગતવાર જાણીએ તો,કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તેમજ સામાજિક પ્રવૃત્તિઓને ડામવા બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે એક મહત્વનો નિર્ણય લીધો છે.બનાસકાંઠા જિલ્લામાં દારૂનો ધંધો કરનારા છ જેટલા બૂટલેગરોને જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલે પાસા હેઠળ જેલમાં ધકેલવા હુકમ કર્યો છે.
બનાસકાંઠા જિલ્લો આંતરરાષ્ટ્રીય અને આંતર રાજ્ય સરહદ ધરાવે છે. જેમાં દારૂનો ધંધો કરનારા 6 બૂટલેગરોને ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા અધિનિયમ 1985 કાયદાની કલમ પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલમાં ધકેલવા હુકમ કર્યો છે. જેને લઈ બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.