અંબાણી પરિવારમાં લગ્નના તોરણ બંધાશે !! અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું જામનગરમાં આ તારીખે થશે પ્રિ વેડિંગ ફંક્શન..જુઓ કાર્ડ
મિત્રો તમને ખબર જ હશે કે અંબાણી પરિવાર પોતાની લકઝરીયસ લાઈફને લઈને ભારે ચર્ચામાં રહેતા હોય છે, અમુક વખત પોતાના કારના કાફલા માટે થઈને તો અમુક વખત પોતાના મોંઘાદાટ કપડા માટે સોશિયલ મીડિયા પર બહુ ચર્ચિત રહેતા હોય છે એવામાં હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી ખાસ ખબર સામે આવી રહી છે કે આવનાર થોડાક જ સમયની અંદર મુકેશ અંબાણીના મોટા દીકરા એવા અનંત અંબાણી મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
હાલ પ્રિ વેડિંગનું આ કાર્ડ સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યું છે જેમાં ચોક્કસ તારીખ તથા સ્થળ પણ નક્કી કરી નાખવામાં આવેલ છે, તમને જાણતા નવાય લાગશે કે અંબાણી પરિવાર આ પ્રિ વેડિંગનું ફંક્શન પોતાના મૂળ વતન એટલે કે જામનગરમાં કરવા જઈ રહ્યા છે, હાલ પ્રિ વેડિંગના આ કાર્ડ સોશિયલ મીડિયા પર પણ ખુબ વાયરલ થઇ રહ્યા છે અને લોકો દ્વારા પણ આ કાર્ડને વધુમાં વધુ શેર કરવામાં આવી રહ્યા છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હજી ગયા વર્ષે જ સગાઈ કરી હતી એવામાં હવે તેઓ બંને લગ્નના અતૂટ બંધનમાં બંધાવા જઈ રહયા છે, બંને પરિવારો હાલ લગ્નને લઈને તડામાર તૈયારીએ લાગી ગયું છે, જામનગરની અંદર જ્યા અંબાણીની પરિવારનું હોમટાઉન છે ત્યાં જ અનંત અંબાણીની લગ્નની પ્રિ વેડિંગનું આ ખાસ ફંક્શન યોજાવા જઈ રહ્યું છે.
અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટનું આ કાર જંગલની થીમ પર છે જેમાં ઉપરના ભાગમાં બંનેના નામના હિન્દી અક્ષર લખેલ છે જયારે વચ્ચે અંબાણી પરિવાર તથા મર્ચન પરિવારનું નામ લખવામાં આવેલ છે તથા આ પ્રિ વેડિંગ ફંક્શનના કાર્યક્રમની તમામ ડીટેલ આપવામાં આવી છે.
કાર્ડ અનુસાર જોઈ શકાય છે કે 1 માર્ચ 2024 થી બંનેના લગ્નની રસમો શરૂ થઇ જશે અને આ રસમ આપણા ગુજરાતના જામનગરની અંદર કરવામાં આવશે, હાલ પૂરતી તો લગ્નની પાક્કી તારીખ તો આ કાર્ડમાં લખવામાં આવી નથી પરંતુ ત્રણ દિવસ અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટનું પ્રિ વેડિંગ ફંક્શન યોજાશે.