Gujarat

લગ્ન બાદ પહેલીવાર અનંત અને રાધિકા પેરિસમાં સાથે જોવા મળ્યા! રાધિકાએ પહેર્યો 2.50 લાખનો ડ્રેશ, પર્સની કિમત જાણી હોંશ ઊડી જશે..

જ્યારથી અનંત અને રાધિકાના લગ્નનું સેલિબ્રેશન શરૂ થયેલ છે, ત્યારથી અંબાણી પરિવાર લાઇમ લાઇટમાં રહ્યું છે. હાલમાં અંબાણી પરિવાર પેરિસમાંયોજાયેલ ઓલિમ્પિકમાં હાજરી આપવા ગયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, અનંત અને રાધિકા હનીમૂનમાં જવાને બદલે પોતાના પરિવાર સાથે પેરિસ પહોંચ્યા છે. હાલમાં જ આ બંને નવદંપતીની પેરિસમાં સાથે જોવા મળ્યા હતા. , આ નવદંપતી પોતાના સ્ટાઇલિશ અંદાજ માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી હાથમાં હાથ નાખીને ચાલતા નજરે પડે છે. આ દરમિયાન રાધિકાએ જે ડ્રેસ પહેર્યો હતો તેણે દરેકનું ધ્યાન ખેંચ્યું. તેમણે વર્સેચે બ્રાન્ડનો મેડુસા ટ્વિલ ક્રોપ ટોપ અને પ્લીટેડ ટ્વિલ મિનીસ્કર્ટ પહેર્યો હતો. આ આઉટફિટની ખાસિયત એ છે કે તે ગ્રીક પૌરાણિક કથાઓથી પ્રેરિત છે. રાધિકાએ આ આઉટફિટ સાથે નો મેકઅપ લુક અને વાળને પાછળ બાંધીને પોતાનો લુક પૂર્ણ કર્યો હતો.

રાધિકાનો આ આઉટફિટ ખૂબ જ મોંઘો છે. તેમના ટોપની કિંમત 1,07,938 રૂપિયા અને સ્કર્ટની કિંમત 1,04,087 રૂપિયા છે. આમ, કુલ મળીને આ આઉટફિટની કિંમત 2,12,025 રૂપિયા છે.રાધિકાએ વ્હાઇટ સ્નીકર્સ, મિનિમલ જ્વેલરી અને ગોયાર્ડ બ્રાન્ડનો ક્રોસબોડી બેગ પહેર્યો હતો. આ બેગની કિંમત 1,47,257 રૂપિયા છે.

રાધિકા મર્ચન્ટનો આ સ્ટાઇલિશ લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. તેમનો આ આઉટફિટ ખૂબ જ મોંઘો હોવા છતાં, તેમનો લુક ખૂબ જ સરળ અને સ્ટાઇલિશ લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!