એન્ટિલિયા કે જામનગરમાં નહીં પણ 100 વર્ષ જૂના મહેલમાં થશે અનંત અને રાધિકાના લગ્ન?? જાણો, ક્યાં આવેલું છે આ અંબાણીનું ઘર…
અંબાણી પરિવારના આંગણે ટૂંક જ સમયમાં શરણાઈના શૂર વાગશે. જુલાઈ મહિનામાં અનંત અને રાધિકા લગ્નના બંધને બંધાશે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આખરે આ ભવ્ય લગ્ન ક્યાં થવાના છે. આ ભવ્ય લગ્ન ‘સ્ટોક્સ પાર્ક એસ્ટેટ’માં થશે. આ માહિતી ઈશા અંબાણી નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપવામાં આવી છે. મુકેશ અંબાણીએ 2021માં આ પ્રોપર્ટી ખરીદી હતી. આ જ આલીશાન ઘરમાં ધામધૂમથી લગ્ન યોજાશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે જામનગર ખાતે 1000 કરોડ રૂપિયાના ખર્ચે પ્રિ વેડિંગ યોજાયું હતું અને હવે લંડન ખાતે ભવ્ય લગ્ન સમારોહ યોજાશે.
ચાલો અમે આપને આ ઘર વિષે જણાવીએ.અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બરાબર 3 મહિના પછી જુલાઈમાં લંડનના ‘સ્ટોક્સ પાર્ક એસ્ટેટ’માં થશે. આ માહિતી ઈશા અંબાણી નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપવામાં આવી છે. મુકેશ અંબાણીએ 2021માં આ પ્રોપર્ટી ખરીદી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી તેમનો મોટાભાગનો સમય અહીં ભારતની બહાર વિતાવે છે. અંબાણી પરિવારે આ ઘરમાં 15મી ઓગસ્ટની ઉજવણી કરી હતી. આજે આ ઘરની કિંમત લગભગ 592 કરોડ રૂપિયા છે.
વર્ષ 2021માં અંબાણી પરિવારે. 57 મિલિયન પાઉન્ડ એટલે કે, આશરે રૂ. 592 કરોડમાં આ કન્ટ્રી ક્લબ અને રિસોર્ટને ખરીધુ છે. રિપોર્ટ અનુસાર અંબાણીનું આ નવું ઘર 300 એકરમાં બનેલું છે. અંબાણીએ આ ઘર લંડનના બકિંઘમશાયરમાં ખરીદ્યું છે. વર્ષ 1908માં બનેલી આ હવેલી શરૂઆતમાં ખાનગી રહેઠાણ હતી, પરંતુ બાદમાં તેને કન્ટ્રી ક્લબમાં બદલી દેવામાં આવી. સમાચાર અનુસાર, આ મહેલ જેવા આ લક્ઝુરિયસ ઘરમાં 49 બેડરૂમ છે, એક અત્યાધુનિક મેડિકલ સુવિધા છે.
આ આલીશાન ઘર મુકેશ અંબાણી અને તેમના પરિવારનું બીજું ઘર કે.આ ઘર 100 વર્ષથી વધુ જૂનું છે,આ સિવાય આ ઘરમાં અનેક એકરમાં ખુલ્લી ગ્રીન સ્પેસ છે. આ ઘર અંબાણી પરિવારની જરૂરિયાતો અનુસાર તૈયાર કરવામાં આવ્યુ છે. ખરેખર આ અંબાણી પરિવાર માટે એન્ટીલિયા કરતા ખાસ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.