અનંત અને રાધિકાની મહેંદી સેરેમનીના ઉમટ્યું બોલીવુડ! એકથી એક કલાકારો એ ચાર ચાંદ લગાડી દીધો, જુઓ ખાસ તસવીરો….
ગઈકાલે રાત્રે અંબાણી પરિવારના ઘર એન્ટીલિયામાં રાધિકા અને અનંતના લગ્નના ભાગરૂપે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિવપૂજા અને રાધિકા મર્ચન્ટની મહેંદી સેરેમની યોજાઈ હતી. આ ફંક્શનમાં અંબાણી પરિવારના તમામ સભ્યો તેમજ બોલીવુડના અનેક કલાકારો ખાસ હાજર રહ્યા હતા.
નિતા અંબાણીએ આ સમારોહમાં પધારેલા તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું. તેમના ખુશ અને ઉત્સાહિત ચહેરા પર તેમના પુત્ર અનંત અને રાધિકાના લગ્નનો ઉત્સાહ સ્પષ્ટપણે દેખાતો હતો. નિતા અંબાણીએ બ્લુ રંગની સાડી અને જડાઉ હાર પહેર્યો હતો, જેમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
આ સમારોહની ઘણી તસવીરો અને વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રાધિકા મહેંદીના ભવ્ય ડિઝાઇનમાં ખુબસુરત લાગી રહી હતી. અનંત પણ ખુશ અને ઉત્સાહિત દેખાતા હતા. હાલમાં દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માત્ર ને માત્ર અંબાણી પરિવારની ચર્ચાઓ જ થઈ રહી છે અને તેમના જેટલા પણ વખાણ કરો એટલા ઓછા છે.
અનંત અને રાધિકા 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં જોડાશે. લગ્ન પછી, આગામી ત્રણ દિવસ સુધી ભવ્ય રિસેપ્શન અને આર્શીવાદ સમારોહનું આયોજન કરવામાં આવશે.આ તમામ લગ્નના પ્રસંગો જીઓ વર્લ્ડ સેન્ટરમાં યોજાશે, હાલમાં તો એન્ટિલિયામાં ધામધૂમથી પ્રસંગો ઉજવાઈ રહ્યા છે.
અંબાણી પરિવારના લગ્ન હંમેશા ભવ્ય અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે પણ આ લગ્ન વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. લોકો આ ભવ્ય લગ્નની તસવીરો અને વિડિઓઝ જોવા માટે ખુબ જ ઉત્સુક છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.