“ANIMAL” ફિલ્મના આ કલાકાર યુવતીને મૌતના મુખ માંથી ખેંચી લાવ્યો હતો !! વિડીયો જોઈ તમે વખાણ કરી કરી થાકશો..જુઓ વિડીયો
એનિમલ ફિલ્મ વિશે તો આપ સૌ કોઈ જાણતા જ હશો, આ ફિલ્મે બોક્સઓફિસ પર સારી એવી કમાણી કરી ચુકી છે. લોકોને આ ફિલ્મ એટલી બધી પસંદ આવી હતી કે ફિલ્મી કમાણીનો આંકડો 700 કરોડ રૂપિયાને પણ પર થઇ ગયો હતો, રનબીર કપૂર તથા બીજા અભિનેતાના અભિનયથી ફિલ્મને સારી એવી પ્રસિદ્ધિ પ્રાપ્ત થઇ હતી, એવામાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
તમે જો ફિલ્મ જોઈ હશે તો તમને ખબર જ હશે કે રનબીર કપૂર સાથે તેના પિત્રાઈ ભાઈઓ હોય છે, એવામાં તે જ રોલ અદા કરનાર મનજોત સિંહનો હાલ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એક યુવતીને આત્મહત્યા કરતા બચાવી લે છે, આ વિડીયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર ચાહકોએ આ એક્ટરના ખુબ જ વખાણ કર્યા હતા, આ વિડીયો સોશિયલ મીડિયા પર તો હાલ ધૂમ મચાવી રહ્યો છે.
આ વિડીયો 5 વર્ષ જૂનો હોવાનું હાલ સામે આવ્યું છે, એટલું જ નહીં મનજોતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ડર દ્વારા આ જૂનો વિડીયો શેર કર્યો છે, સંદીપ રેડ્ડી વાંગા દ્વારા બનાવામાં આવેલ ફિલ્મ “એનિમલ” વર્ષ 2023ની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની ચુકી છે, આ ફિલ્મની અંદર રનબીર કપૂર તથા વિલનનો રોલ અદા કરનાર બોબી દેઓલે પોતાનું ખુબ સારું એવું પાત્ર ભજવ્યું હતું, બોબી દેઓલે તો ફક્ત મિનિટોના સીનમાં ફેન્સની વાહ વાહ લૂંટી લીધી હતી.
મનજોત દ્વારા શેર કરવામાં આવેલ વિડીયો વર્ષ 2019નો છે જેમાં જોઈ શકાય છે કે એક જુવાન છોકરી બિલ્ડિંગની પાળી પર બેઠેલી હોય છે અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી હોય છે એવામાં મનજોત સિંહ ધીરે ધીરે પગે ચાલીને તેની પાસે જાય છે અને જેવું યુવતી નીચે કુદે છે તેવું તરત જ મનજોત સુપરહીરોની જેમ દોડીને તેનો હાથ પકડીને મરતા મરતા બચાવી લે છે.ખરેખર આ એક્ટરના આવા કાર્યને સલામ છે.
View this post on Instagram