અંકલેશ્વર ના પરીવાર ને કાળ આંબી ગયો, ફુલ જેવી બે દીકરી સહિત ત્રણ ના મૃત્યુ થયા
અંકલેશ્વર મા ગ્લાસ ટ્રેડીંગ નો વ્યવસાય કરતા વેપારી ના પરીવારે કાળ આંબી ગયો હતો અને પરીવાર ના ત્રણ સભ્યો ના ગંભીર અકસ્માત મા મૃત્યુ થયુ હતુ.
મળતી માહિતી અનુસાર અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે રહેતા અલ્તાફ કાંચવાલા તેની પત્ની અને બે બાળકો તથા બહેન અને ભાણેજ સાથે કાર મા દમણ અલતાફની ફોઈબાના બેસણામાં બેસવા ગયા હતા. બેસણામાં હાજરી આપી પરિવારના સભ્યો દમણ ફરવા ગયા હતા.જ્યાં રવિવારે રાત્રે અંકલેશ્વર પરત ફરી રહ્યાં હતા.
જે દરમિયાન ગુંદલાવ ચોકડી પાસે અલતાફની કાર આગળ ચાલતી ટ્રક ને અલતાફે ટક્કર મારી કારના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. જેને લઈને કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. આ કાર મા કુલ સાત સભ્યો સવાર હતા જેમા 3 વ્યકતિ ને ગંભીર ઈજા ઓ પહોચી હતી.
જેમાં અલતાફ ભાઈ ના પત્ની રફતબેન, અને દીકરી મંનત અને બહેન ની દીકરી ખુશી નુ ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતુ. આ ઉપરાંત પરીવાર ના અન્ય સભ્યો ની સારવાર ચાલી રહી છે.